Heart Attack/ કોરિયોગ્રાફર રેમો ડીસુઝાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં કરાયા દાખલ

પ્રખ્યાત કોરિયોગ્રાફર અને બોલીવુડના ડિરેક્ટર રેમો ડીસુઝને હાર્ટ એટેક આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ગંભીર હાલતમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,

Top Stories Entertainment

પ્રખ્યાત કોરિયોગ્રાફર અને બોલીવુડના ડિરેક્ટર રેમો ડીસુઝને હાર્ટ એટેક આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને ગંભીર હાલતમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

એક અહેવાલમાં જણાવ્યું છે કે, રેમો ડીસુઝાની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી, ત્યારબાદ તેની સ્થિતિ સ્થિર છે. આ દરમિયાન રેમોની પત્ની લીઝેલ પણ તેની સાથે છે.

https://www.instagram.com/p/CHUkYQypjE2/?utm_source=ig_web_copy_link

રેમો ડિસુઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ ડાન્સર આ વર્ષે જાન્યુઆરીમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સિવાય તેણે એબીસીડી, એબીસીડી 2, રેસ 3 જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે.

રેમોને તેની શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન માટે ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં આઈફા, ઝી સિને અને સ્ટાર ડસ્ટ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. તેણે ઝલક દિખલાજા, ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને ડાન્સ પ્લસ જેવા શોને પણ ન્યાય આપ્યો છે. તે પોતાની નૃત્ય એકેડમી પણ ચલાવે છે જ્યાં તે દર વર્ષે યુવાનોને નૃત્યની તાલીમ આપે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…