નવી દિલ્હી,
દેશભરમાં રાષ્ટ્રીયકૃત બેંકો કે પ્રાઈવેટ બેન્કોના ATM વાપરનારા લોકોના ખિસ્સા પર વધુ એકવાર માર પડી શકે છે કારણ કે, આગામી સમયમાં એટીએમ ટ્રાન્જેક્શન મોંઘુ બની શકે છે. આરબીઆઈ દ્વારા તમામ બેન્કોને એટીએમ અપગ્રેડ કરવા માટે સુચના આપવામાં આવી છે. જેના કારણે બેંકો પર આર્થિક બોજ પડશે. જેને લઈને આ આર્થિક બોજ ગ્રાહકો પર નાખવા માટે બેન્કો દ્વારા આરબીઆઈની મંજુરી માંગવામાં આવી છે.
બેન્કોએ આરબીઆઈને લખેલા પત્રમાં એટીએમ ટ્રન્જેક્શન ચાર્જમાં વધારો કરવાની મંજુરી આપવા માટે અપીલ કરવામાં આવી છે.
બેન્કિંગ સૂત્રોના જણાવ્યા મુજબ, એટીએસ અપગ્રેડ કરવાના ખર્ચ વસુલવા માટે બેન્કો એટીએમ ટ્રાન્જેક્શન ચાર્જમાં બે પ્રકારનો વધારો કરી શકે છે. તેઓ ફ્રી ટ્રન્જેક્શન પુર્ણ થયા બાદ લાગતા ૧૮ રૂપિયાના ચાર્જમાં વધારો કરી શકે છે અથવા એટીએમમાંથી ફ્રી ટ્રન્જેક્શનની સંખ્યમાં ઘટાડો કરી શકે છે. હાલમાં અત્યારે કેટલીક બેંકો ૩ અને કેટલીક બેન્કો ૫ ફ્રી ટ્રાન્જેક્શનની સુવિધા આપે છે.
મહત્વનુ છે કે, એટીએમમાં છેતરપીંડી અને હેકિંગની વધતી જતી ફરિયાદોને ગંભીરતાથી લઈને આરબીઆઈએ તમામ બેંકોને પોતાના એટીએમ અપગ્રેડ કરવા તાકીદ કરી છે. જેની ડેડલાઈન છ તબક્કામાં વહેંચવામાં આવી છે.
પ્રથમ ડેડલાઈન ઓગસ્ટ ૨૦૧૮ની છે. જ્યારે બીજા તબક્કો જુન ૨૦૧૯માં પૂરો થશે. એટીએમ અપગ્રેડેશન અંતર્ગત બેંકોએ બેઝિક ઈનપુટ આઉટપુટ સિસ્ટમ એટલે કે બીઆઈઓએસ અપગ્રેડ કરવાનુ રહેશે. બીઆઈઓએસ કોમ્પ્યુટર સિસ્ટમનો એક અભિન્ન અંગ છે. જેનો ઉપયોગ પીસીને બુટ કરવા દરમિયાન થાય છે. પીસી ઓન થતાની સાથે પ્રોસેસમાં આવનાર આ પ્રથમ સોફ્ટવેર છે.
બીજી બાજુ એટીએમ ઈન્ડસ્ટ્રી સાથે જાડાયેલ ટોચના લોકોનુ કહેવુ છે કે એટીએમ અપગ્રેડ કરવાના કારણે બેંકો પર માર પડશે. જેનો ચાર્જ ગ્રાહકો પર નાખવામાં આવશે.
