દારૂબંધીના ઊડ્યાં લીરા/ વડોદરા રેલ્વે સ્ટેશન પર પાર્સલમાંથી મળ્યો દારૂ

દારૂના બુટલેગરો પણ દારૂ વેચાણ અને હેરાફેરી માટે નિતનવા તુક્કા અજમાવતા હોય છે. ત્યારે હવે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનના પાર્સલ માંથી દારૂ મળી આવ્યો છે.

Top Stories Gujarat Vadodara
russia 1 વડોદરા રેલ્વે સ્ટેશન પર પાર્સલમાંથી મળ્યો દારૂ
  • ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • અન્ય રાજ્યમાંથી જથ્થો શહેરમાં મોકલાયો હતો
  • કોન્ટ્રાકટર દ્વારા મુદ્દામાલ રફે દફે કરાય તે પહેલા ઝડપાયો
  • બાતમીના આધારે પોલીસે 35 બોકસ ચેક કર્યા હતા

ગુજરાત રાજ્યમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરા ઉડતા અવારનવાર જોવા મળે છે. અને રાજ્યમાં અવારનવાર દારૂ અને દારૂની મહેફિલ ઝડપાય છે. દારૂના બુટલેગરો પણ દારૂ વેચાણ અને હેરાફેરી માટે નિતનવા તુક્કા અજમાવતા હોય છે. ત્યારે હવે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનના પાર્સલ માંથી દારૂ મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા રેલવે LCBને ટ્રેનમાં પાર્સલ સેવામાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. તેના આધારે રેડ  રેલ્વે lcb એ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં  35 પાર્સલના બોક્સમાંથી 3.30 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રેલ્વેમાં આ દારૂની હેરાફેરીને લઈ રેલ્વે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રેનના પાર્સલમાં દારૂ મળી આવતા રેલ્વે તંત્ર પણ ચોંકી ગયું હતું. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે બાન્દ્રા ભૂજ સ્પેશિયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ મળી આવ્યા હતા. રેલ્વે LCBના સૂત્રોના જણાવ્યા મુજબ, સાંજના સમયે બાન્દ્રા ભુજ સ્પેશિયલ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા.

આ પાર્સલ ઉપર ઈલેકટ્રીક ગુડસ લખેલું હતું. અને પરસાળમાં લીકેજ પણ જોવા મળ્યું હતું. તેમાંથી ચીકુની વાસ આવતી હતી. જેને પગલે આ પરસાળની તપાસ કરવામાં આવી હતી. અને તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 35 પાર્સલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 2,484 નંગ મળી આવ્યો હતો. આ પાર્સલની વિતરણ વ્યવસ્થા પાર્સલ ઓફિસમાં કોન્ટ્રાકટ ધરાવતો દીપસિંહ ભદુરીયા કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં તેની ધરપકડ કરાઈ હતી. પાર્સલ મોકલનારનું નામ બોકસ અને તે અંગેના કાગળીયા પર તિમિર લખેલું હતું, જે ખોટું હોવાનું પોલીસ માની રહી છે.