અમદાવાદ/ AMC ના આ વિભાગ પર લાગ્યા ભ્રષ્ટાચારના આરોપો, તંત્રમાં મચ્યો ખડભડાટ

અમદાવાદ શહેરની અંદર રખડતા ઢોર પકડવા માટે કોર્પોરેશનનું CNCD  વિભાગ કાર્યરત છે. આ વિભાગમાં 21 ટીમો બનાવીને રખડતા ઢોરને ડબ્બામાં માટેની કામગીરી અપાઈ છે.

Ahmedabad Gujarat
ભ્રષ્ટાચારના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD વિભાગ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. એક માલધારી અરજદારે 8 મહિનાથી સતત લાગતા વળગતા વિભાગમાં અરજીઓ કરી હતી, જો કે અરજીને લઈને કોઈ જ કડક કાર્યવાહી કરવામાં ના આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. અગાઉ પણ એક અધિકારી લાંચ લેતા પકડાયા હોવાની ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એક વાર CNCD વિભાગ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગતાં ખડભડાટ મચી ગયો છે.

અમદાવાદ શહેરની અંદર રખડતા ઢોર પકડવા માટે કોર્પોરેશનનું CNCD  વિભાગ કાર્યરત છે. આ વિભાગમાં 21 ટીમો બનાવીને રખડતા ઢોરને ડબ્બામાં માટેની કામગીરી અપાઈ છે. જો કે રખડતા ઢોર મામલે માલિક પર દંડનીય કાર્યવાહી કરીને 24 કલાક બાદ ઢોરને છોડી મુકવામાં આવતા હોવાનું સામે આવે છે. આ પ્રક્રિયામાં કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. અમદાવાદના એક માલધારીએ આ મામલે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ પ્રતાપ સિંહ રાઠોડ તેમજ ભુપેન્દ્ર રાઠવા સામે ગંભીર આરોપો કર્યા છે.સુપ્રિટેન્ડન્ટ તેમજ એક જ જગ્યા પર 12 વર્ષથી નોકરી કરનાર ભુપેન્દ્ર રાઠવા વિરુદ્ધ પકડેલા ઢોરને 10 થી 12 હજાર લઈને ધારાધોરણ વગર છોડી મુકવાના આક્ષેપો લાગ્યા છે.

રીવ્યુ બેઠકમાં રખડતા ઢોર મામલે મ્યુનિસિપલ કમિશનર પણ  અધિકારીઓનો ઉધડો લેતા આવ્યા છે.ભ્રષ્ટ અધિકારીઓ,કર્મચારીઓને લીધે કામગીરી સંતોષકારક થતી નથી. 8-8 મહિનાઓથી ઓફિસ ઓફિસ ધક્કા ખાતા કેટલાય અરજદારો હશે જેને યોગ્ય જવાબ મળતો નહિ હોય. ફક્ત ખાતાની બદલી કરીને આવા અધિકારીઓને સજા આપવામાં આવે તો તેમને કોઈ ફરક નથી પડવાનો. જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ અધિકારીઓને વેગ મળતો જ રહેશે.

આ પણ વાંચો:વોડા ગામમાં લોકોએ દૂધ ભરાવવાના બદલે કરી તાળાબંધી, મંત્રીના ત્રાસથી ડેરીને તાળાં

આ પણ વાંચો:દફનાવેલી દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસ ફીફા ખાંડે છે

આ પણ વાંચો:વૈષ્ણવ આચાર્ય વ્રજેશ કુમાર બ્રહ્મલીન, વૈષ્ણવ સમાજમાં છવાયો શોક

આ પણ વાંચો:અંત્રોલી નજીક ટેમ્પો અને બાઇકનો અકસ્માત, દંપતી સહિત 4 લોકોના મોત