ચક્રવાત/ બિપોરજોય વાવાઝોડાના લીધે અમદાવાદ સહિત આ શહેરોમાં પણ તમામ શાળાઓ આવતીકાલે બંધ રહેશે

બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે,

Top Stories Gujarat
2 11 બિપોરજોય વાવાઝોડાના લીધે અમદાવાદ સહિત આ શહેરોમાં પણ તમામ શાળાઓ આવતીકાલે બંધ રહેશે
  • આવતીકાલે અમદાવાદની તમામ શાળાઓ બંધ
  • વાવાઝોડાને પગલે શિક્ષણ વિભાગનો નિર્ણય
  • અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓ રહેશે બંધ
  • વાવાઝોડાને લઇને 16 જુને શાળામાં રજા
  • અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટની શાળામાં રજા
  • જૂનાગઢ,ગીર-સોમનાથ,મહેસાણાની શાળામાં રજા
  • અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,મોરબીની શાળામાં રજા
  • નવસારી,વલસાડ,પાટણ,કચ્છ,આણંદની શાળામાં રજા
  • ખેડા,પોરબંદર,દ્વારકા,જામનગરની શાળામાં રજા
  • ભાવનગર,ગાંધીનગર,અમરેલીની શાળામાં રજા

બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના પગેલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.આ  વાવાઝોડાના લીધે અમદાવાદની તમામ શાળાઓ બંધ રહેશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે.અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓ બંધ રહેશે.

ચક્રવાત બિપરજોય ગુજરાતમાં પહોંચી ગયું છે. બિપરજોયે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયા મધરાત 12 સુધી ચાલુ રહેશે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. 100 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.અનેક શહેર આ વાવાઝોડાથી પ્રભાવિત થઇ રહ્યા છે