Not Set/ શાહની મુલાકાત નિષ્ફળ: 2019માં એકલાજ ચુંટણી લડશે શિવસેના

2019 લોકસભા ચુંટણી પહેલા સહયોગીઓને મનાવવાના વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીને એક મોટો જટકો લાગ્યો છે. સંપર્ક ફોર સમર્થન હેઠળ બુધવારે સાંજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે માતોશ્રીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. પરંતુ મુલાકાતના અગલા દિવસે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે 2019માં અમે એકલાજ ચુંટણી લડીશું. સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે […]

Top Stories India Politics
amit shah1 શાહની મુલાકાત નિષ્ફળ: 2019માં એકલાજ ચુંટણી લડશે શિવસેના

2019 લોકસભા ચુંટણી પહેલા સહયોગીઓને મનાવવાના વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીને એક મોટો જટકો લાગ્યો છે. સંપર્ક ફોર સમર્થન હેઠળ બુધવારે સાંજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે માતોશ્રીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. પરંતુ મુલાકાતના અગલા દિવસે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે 2019માં અમે એકલાજ ચુંટણી લડીશું.

સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે અમને અમિત શાહનો એજન્ડા ખબર છે  પરંતુ શિવસેનાએ પહેલાજ પ્રસ્તાવ પાસ કરી લીધો છે, જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે 2019માં શિવસેના એકલા જ ચુંટણી લડશે, અને અમારા પ્રસ્તાવમાં કોઈ બદલાવ નહિ થાય.

670635 raut sanjay 082417 શાહની મુલાકાત નિષ્ફળ: 2019માં એકલાજ ચુંટણી લડશે શિવસેના

જણાવી દઈએ કે મહારાષ્ટ્રની પાલઘર પેટા-ચુંટણીને લઈને શિવસેના અને બીજેપી વચ્ચે સંઘર્ષ થયો હતો તથા કેટલાક અન્ય મુદ્દાઓ પર પણ ગઠબંધનમાં તિરાડ આવી ગઈ છે. એટલા માટે જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં માતોશ્રી જઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે આવનારા સમયમાં બીજી કેટલીક મુલાકાતો થઇ શકે છે. જોકે, બુધવારેની મુલાકાત્ત પહેલા શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું હતું કે તેઓ 2019માં એકલા જ ચુંટણી લડશે.

બુધવારે શાહ-ઉદ્ધવની મુલાકાત પહેલા પણ શિવસેનાએ મુખપત્ર સામનાના માધ્યમથી તીખો હુમલો કર્યો હતો. સામનામાં લખવામાં આવ્યું હતું કે અમિત શાહ આ ચુંટણીમાં કોઈ પણ રીતે 350 સીટ જીતવા માંગે છે.

સામનામાં લખવામાં આવ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા છે, ખેડૂતો રસ્તા પર છે, તેમ છતાં પણ બીજેપી ચુંટણી જીતવા માંગે છે. શિવસેનાએ કહ્યું કે જેવી રીતે બીજેપીએ સામ, દામ, દંડ, ભેદ દ્વારા પાલઘરની ચુંટણી જીતી એવીજ રીતે બીજેપી ખેડુતોની હડતાલ ખતમ કરવા માંગે છે. ચુંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ.