ચક્રવાત/ ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું બિપોરજોય, આગામી 6 કલાક અતિભારે વરસાદથી અનેક શહેરો પ્રભાવિત થશે

બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે,

Top Stories Gujarat
1 1 11 ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું બિપોરજોય, આગામી 6 કલાક અતિભારે વરસાદથી અનેક શહેરો પ્રભાવિત થશે

બિપોરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના પગેલ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.ચક્રવાત બિપરજોય ગુજરાતમાં પહોંચી ગયું છે. બિપરજોયે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયા મધરાત 12 સુધી ચાલુ રહેશે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી રહ્યું છે. 100 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.અનેક શહેર આ વાવાઝોડાથી પ્રભાવિત થઇ રહ્યા છે

કોઈપણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણી જગ્યાએ વિજળી કાપી નાખવામાં આવી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ઉપરાંત આર્મી, એરફોર્સ, નેવી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ પણ તૈયારીઓ કરી લીધી છે. આશંકા છે અને આ દરમિયાન પવનની મહત્તમ ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પ્રદેશમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી 94,000 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે NDRFની 15 ટીમો અને SDRFની 12 ટીમો ઉપરાંત ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના, ભારતીય કોસ્ટ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું. વાયુસેનાએ વડોદરા, અમદાવાદ અને દિલ્હીમાં એક-એક હેલિકોપ્ટર તૈયાર રાખ્યું છે. નેવીએ બચાવ અને રાહત માટે ઓખા, પોરબંદર અને બકાસુર ખાતે 10-15 ટીમો તૈનાત કરી છે, જેમાં દરેકમાં પાંચ ડાઇવર્સ અને સારા તરવૈયાઓનો સમાવેશ થાય છે. સરહદ સુરક્ષા દળે બચાવ કામગીરી માટે જરૂરી સંસાધનો એકત્ર કર્યા છે, અધિકારીએ જણાવ્યું હતું. નાગરિક વહીવટીતંત્ર સાથે એકત્રીકરણ અને સંકલન કર્યું છે. સ્થાનિક રહેવાસીઓને સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.