Not Set/ અમદાવાદ: જયંતિ ભાનુશાળી હત્યાનો મામલો,2 શાર્પ શૂટર સહિત 4ની ભૂમિકા સ્પષ્ટ થઈ

અમદાવાદ, સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જયંતિ ભાનુશાળીની હત્યા […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 227 અમદાવાદ: જયંતિ ભાનુશાળી હત્યાનો મામલો,2 શાર્પ શૂટર સહિત 4ની ભૂમિકા સ્પષ્ટ થઈ

અમદાવાદ,

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પોલીસે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનીષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

આ ઘટનાને પગલે રાજકીય ક્ષેત્રે મોટો ભૂકંપ સર્જ્યો હતો. સાથે જ હત્યા ક્યા કારણોસર થઈ તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસે ઉકેલી નાંખ્યો છે.

સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ હત્યા કરનારા શાર્પ શૂટર્સ પૂણેના હતા. શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. ભાઉ જયંતી ભાનુશાળીની નજીક હોવાનું માનવામાં આવે છે.

હત્યાના દિવસે ટ્રેનમાં લગભગ ચાર લોકો હોવાની વાત પણ સામે આવી રહી છે. શાર્પ શૂટર્સ ભાનુશાળીની હત્યા બાદ હત્યારા ઉત્તર પ્રદેશ ભાગી ગયા હોવાથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે તેમને દબોચી લીધા છે.

સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆઈઆરમાં કેટલાક નામો પૈકીના જ હત્યારા હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી અને તેમને મોટેભાગે સફળતા મળી છે.

આ ઉપરાંત ક્યા કારણે જયંતી ભાનુશાળીની હત્યા કરાઈ તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. એફઆઈઆરમાં સામેલ મહિલા મનિષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ તે પોલીસની પકડમાં આવી નથી.

જયંતિ ભાનુશાળીની હત્યામાં મનિષા ગોસ્વામીની વાત સામે આવી તો આ મામલે મનિષાના પતિ ગજ્જુ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, મનીષા પર આરોપ લગાવાતા તેમના પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાયો  છે.

તો બીજી બાજુ મનિષા ગૌસ્વામી છેલ્લા કેટલા દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી હોય તેવી લોકચર્ચા વહેતી થઈ છે. મનિષાના પતિનું કહેવું છે કે તે તપાસમાં પુરે પરો સહિયોગ આપવા તૈયાર છે અને ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ.  તેમના પતિનું કહેવું છે કે, આ હત્યામાં તેમની પત્નીનો કોઈ હાથ નથી માત્ર રાજકારણને કારણે તેમનું નામ ઉછાળવામાં આવ્યું છે.

પોલીસ હત્યારાઓને લઈને કાલુપુર રેલવે યાર્ડમાં પડેલા સયાજીનગરીના H1 કોચમાં રીકન્સ્ટ્રક્શન કરાવશે. હત્યાને લઈને અનેક સવાલોના જવાબ હવે બહાર આવી શકશે.