Cricket/ હૈદરાબાદ ODI પહેલા ભારતને મોટો ફટકો, આ ખેલાડી ઈજાને કારણે બહાર

ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે શ્રેણીની શરૂઆત પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે સમગ્ર વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો…

Top Stories Sports
Player out due to Injury

Player out due to Injury: ન્યુઝીલેન્ડ સામેની 3 વનડે શ્રેણીની શરૂઆત પહેલા ભારતને મોટો આંચકો લાગ્યો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે સમગ્ર વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસ ઐયરની જગ્યાએ રજત પાટીદારને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરને પીઠની ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામેની આગામી 3 મેચની ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે વધુ મૂલ્યાંકન અને સંચાલન માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શ્રેયસ અય્યરના સ્થાને રજત પાટીદારની પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ 18 જાન્યુઆરી 2023ના રોજ હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડે રમશે. શ્રેયસ અય્યર શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં તમામ મેચ રમ્યો હતો. શ્રેયસ અય્યરે ત્રિવેન્દ્રમ ખાતે 15 જાન્યુઆરી 2023ના રોજ તેની છેલ્લી ODIમાં 38 રન બનાવ્યા હતા. ઈજા કેટલી ગંભીર છે તે અંગે બીસીસીઆઈએ હજુ સુધી ખુલાસો કર્યો નથી. તેને સાજા થવામાં કેટલો સમય લાગી શકે છે અથવા તેઓને ક્યારે ઈજા થઈ હતી.

માર્ચ 2021માં શ્રેયસ અય્યરને ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી. તે ઈજાને કારણે શ્રેયસ અય્યરને ખભાની સર્જરી કરાવવી પડી હતી. ત્યારે શ્રેયસ અય્યર છ મહિના ક્રિકેટથી દૂર હતો. તે પછી, શ્રેયસ અય્યરની ઈજા ફરીથી ભારતીય ક્રિકેટરની સાથે સાથે ટીમ ઈન્ડિયા માટે પણ ચિંતાનો વિષય છે. 2023 એ વર્લ્ડ કપનું વર્ષ છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરની ઈજા ટીમ ઈન્ડિયા માટે ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની ભારતની ODI ટીમ અપડેટ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

આ પણ વાંચો: New Delhi/ વરુણને ગળે લગાવી શકું છું, પરંતુ… ભાઈના કોંગ્રેસમાં જોડાવાના સવાલ પર બોલ્યા રાહુલ ગાંધી