Not Set/ કૌભાંડી માલ્યાને ભારત પાછો લાવવા માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, સોમવારે આવી શકે છે કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી, દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સોમવારે માલ્યાના પ્રત્યાર્પણ મામલે બ્રિટનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે. A joint team of CBI and ED led by CBI Joint Director A Sai Manohar has left for UK for court proceedings […]

Top Stories World Trending
13 05 056842610malya 1 ll કૌભાંડી માલ્યાને ભારત પાછો લાવવા માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, સોમવારે આવી શકે છે કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી,

દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી વિદેશમાં ભાગી જનાર લિકર કિંગ વિજય માલ્યાને ભારત પાછો લાવવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સોમવારે માલ્યાના પ્રત્યાર્પણ મામલે બ્રિટનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે.

બીજી બાજુ સેન્ટ્રલ એન્જસી CBI અને EDની એક જોઈન્ટ ટીમ બ્રિટન માટે રવાના થઇ ચુકી છે. રવિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના જોઈન્ટ ડાયરેક્ટર એ સાઈ મનોહરના નેતૃત્વમાં આ ટીમ રવાના થઇ છે.

vijay mallya કૌભાંડી માલ્યાને ભારત પાછો લાવવા માટે CBI અને EDની ટીમ બ્રિટન રવાના, સોમવારે આવી શકે છે કોર્ટનો નિર્ણય

માનવામાં આવી રહ્યું છે કે, કોર્ટ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે સોમવારે પોતાનો નિર્ણય આપી શકે છે. નોધનીય છે કે, બ્રિટનની કોર્ટમાં ભારત દ્વારા માલ્યા અંગે કરાયેલા અનુરોધ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

આ પહેલા આ કેસની તપાસ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના કરી રહ્યા હતા.