Not Set/ ગૃહ મંત્રાલય દ્વારા કોરોના માટેની જાહેર માર્ગદર્શિકા 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ

નાતાલ, ૩1મી ડિસેમ્બર અને મકરસંક્રાંતિ જેવા ઉજવણીના પ્રસંગો શ્રેણી બદ્ધ રીતે આવી રહ્યા છે ત્યારે લોકો ભાન ભૂલે તો કોરોના મહામારીનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત જો સોશિયલ ડિસ્ટન્સ

Top Stories India
a

નાતાલ, ૩1મી ડિસેમ્બર અને મકરસંક્રાંતિ જેવા ઉજવણીના પ્રસંગો શ્રેણી બદ્ધ રીતે આવી રહ્યા છે ત્યારે લોકો ભાન ભૂલે તો કોરોના મહામારીનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત જો સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડ લાઈનની અમ્લવારીમાં લોકોથી ચૂક રહી જાય તો સરકારની જવાબદારી બમણી થઇ જાય છે. એવામાં આગમચેતી સ્વરૂપ કોરોના માટેની જાહેર માર્ગદર્શિકા ગૃહ મંત્રાલયે આગામી એક મહિના સુધી લંબાવી છે. તેમજ તે માટેના સુચનો જે તે રાજ્યના અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે.

Corona Vaccine / પ્રથમ તબક્કામાં દેશના કયા સેલિબ્રિટી પરિવારોને અપાશે રસી ? આ…

ગૃહ મંત્રાયલ દ્વારા કોરોના મહામારીને લઈને જાહેર કરેલી માર્ગદર્શિકાને 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવી છે. મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર કંટેનમેંટ ઝોનને સાવધાનીપૂર્વક અગાઉની જેમ જ સીમાંકિત કરવામાં આવશે. આ સાથે જ આ ઝોનમાં નિર્ધારિત નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે.

GOLD LEAF 3 in 1 Wear Mask, Use Sanitizer, Maintain Social Distancing Sign Sticker for Office Home Medical College Clinic Business Hospital Commercial Sign Stickers A3 Size 18" x 12" Pack of

 

Ahemdabad / અમદાવાદીઓ ઉતરાયણની ઉજવણીમાં પણ રહેજો સતર્ક, પોલીસ કમિશનરનું …

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે થોડા સમયથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ અને નવા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તર પર કોરોનાના કેસમાં ઉછાળોઆવ્યો છે અને બ્રિટનમાં પ્રસરતો નવો કોરોના સ્ટ્રેન પણ જોખમી છે. તેને ધ્યાનમાં લઈ તેને રોકવા માટે સાવધાની રાખવી જરૂરી છે. ગૃહમંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈપણ ગતિવિધિ માટે જાહેર કરેલા નિયમોનું પાલન આવશ્યક રહેશે. ઉલ્લેખનીય છે કે સરકાર બ્રિટનથી આવનાર યાત્રીઓ માટે પહેલાથી જ નિયમો લાગૂ કરી ચુકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…