કોરોનાવાયરસ વિરોધી રસી માટેની ટ્રાયલ આજે ચાર રાજ્યોમાં શરૂ થઈ છે અને ખૂબ જલ્દી દેશમાં રસીકરણની શરૂઆત થશે અને તેના માટે પ્રથમ તબક્કામાં કોને કોને રસી આપવામાં આવશે તેની યાદી બનાવી લેવામાં આવી હોવાનું સમજાય છે. દેશના ટોચ લેવલના લોકો કોરોના પોઝિટિવ હતા તેમને સૌપ્રથમ રસી અપાશે તેવી શક્યતા છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.સતાધાર વર્તુળોના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ સ્મૃતિ ઇરાની સહિતના કેટલાક નેતાઓ તેમજ બચ્ચન પરિવાર અને કેટલાક બિઝનેસમેનો તેમજ અધિકારીઓનો તેમાં સમાવેશ કરવામાં આવશે.

Ahemdabad / અમદાવાદીઓ ઉતરાયણની ઉજવણીમાં પણ રહેજો સતર્ક, પોલીસ કમિશનરનું …
દેશમાં અનેક કલાકારો સંસદ સભ્યો મંત્રીઓ અધિકારીઓ અને અન્ય સેલિબ્રિટીઓ કોરોના પોઝિટિવ રહ્યા હતા અને તે ગણતરી મુજબ આ લોકોને સૌથી પહેલા કદાચ રસી આપવામાં આવશે અને પ્રથમ તબક્કામાં એમનો સમાવેશ કરવામાં આવશે તેવું લાગે છે.એક રિપોર્ટ મુજબ દેશમાં ત્રણ ડઝનથી વધુ રાજકારણીઓ કોરોના પોઝિટિવ રહ્યા હતા અને તેમાંથી કેટલાક ના મૃત્યુ થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્મૃતિ ઈરાની તેમજ ભાજપ્ના પ્રમુખ અને ધર્મેન્દ્ર પ્રધાન ગજેન્દ્ર શેખાવત સદાનંદ ગૌડા વગેરે પણ પોઝિટિવ રહ્યા હતા.

Political / હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું – “હું …
આ ઉપરાંત સિદ્ધારમૈયા, કાર્તિ ચિદંબરમ અભિષેક મનુ સંઘવી, મનીષ તિવારી સચિન પાયલટ સની દેઓલ જ્યોતિરાદિત્ય સિંધિયા વગેરે પોઝિટિવ આવ્યા હતા અને તેમને દવાખાને દાખલ કરવા પડ્યા હતા.એ જ રીતે અમિતાભ બચ્ચન પરિવારના કેટલાક લોકો પણ પોઝિટિવ રહ્યા હતા અને કલાકારોમાં નીતુ સિંઘ, રાજામૌલી વગેરે પણ પોઝિટિવ રહ્યા હતા અને એ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને આ લોકોને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
