Not Set/ મુખ્યમંત્રી વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાતે, ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકો સામે થશે કાર્યવાહી: સીએમ

અમદાવાદ, કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ગુરુદ્વારા પાસેના વાઈલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ લોકોને ઉતરાયણના તહેવારની ઉજવણી વખતે તકેદારી રાખવા માટેની અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે જે અબોલ પક્ષીઓ ઉતરાયણ દરમિયાન ઘાયલ થતા હતા. તેમની સંખ્યામાં છેલ્લા બે વર્ષ દરમિયાનમાં […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 226 મુખ્યમંત્રી વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાતે, ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકો સામે થશે કાર્યવાહી: સીએમ

અમદાવાદ,

કરૂણા અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ગુરુદ્વારા પાસેના વાઈલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ લોકોને ઉતરાયણના તહેવારની ઉજવણી વખતે તકેદારી રાખવા માટેની અપીલ કરી હતી. વિજય રૂપાણીએ મીડિયાના મિત્રોને માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે જે અબોલ પક્ષીઓ ઉતરાયણ દરમિયાન ઘાયલ થતા હતા. તેમની સંખ્યામાં છેલ્લા બે વર્ષ દરમિયાનમાં ઘટાડો આવ્યો હતો અને ઘાયલ પક્ષીને ઝડપથી સારવાર મળી રહે તે માટે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં વધુ સુવિધાઓ મળી રહે.

તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમદાવાદ સહિતના અનેક શહેરોમાં હાલ બંદ બારણે ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેના અહેવાલો તેમને મળી રહ્યા છે અને ચાઈનીઝ દોરીના વેચાણ કરતા ઇસમોની સામે ચોક્કસ પણે પોલીસ કાર્યવાહી કરશે.