Not Set/ COAની ભલામણ વચ્ચે પંડ્યા – રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાંથી કરાયા બહાર : સૂત્ર

સિડની, TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને શનિવારે રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે માંથી બહાર કરવામાં આવ્યા છે. BCCI સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા મુજબ, પહેલી વન-ડે માટેની અંતિમ ઇલેવનમાં કે એલ રાહુલના નામ પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી, કારણ કે પ્લેઇંગ […]

Top Stories Trending Sports
67488328 COAની ભલામણ વચ્ચે પંડ્યા - રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાંથી કરાયા બહાર : સૂત્ર

સિડની,

TV શો “કોફી વિથ કરણ” માં મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવા મામલે ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલને શનિવારે રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડે માંથી બહાર કરવામાં આવ્યા છે.

BCCI સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા મુજબ, પહેલી વન-ડે માટેની અંતિમ ઇલેવનમાં કે એલ રાહુલના નામ પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી, કારણ કે પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે સક્ષમ નથી.

k l rahul and hardik pandya के लिए इमेज परिणाम

જયારે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને જણાવવામાં આવી ચુક્યું છે કે તે શનિવારે રમાનારી મેચમાં નહિ રમે. જો કે આ મામલે અંતિમ નિર્દેશ જાહેર કરાયો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) દ્વારા ૨ – ૨ વન-ડેનો પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઈ હતી.

બીજી બાજુ આ મામલે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “પંડ્યા પર મેચ પ્રતિબંધની આશંકાને લઈ અમે ખુબ પરેશાન નથી. અમારી પાસે રવીન્દ્ર જાડેજા છે અને તેઓની જગ્યા લઇ શકે છે”.

ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, “અમે એટલા માટે વધુ પરેશાન નથી કારણ કે તમારી પાસે હંમેશની માટે એવા ખેલાડીઓ હોય છે, જે કોઈ પણ સ્થિતિમાં બેલેન્સ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં એવા ખેલાડીઓ છે, જેઓ બેટ અને બોલ કોઈ પણ સ્થિતિમાં બેકઅપ આપી શકે”.

વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, “ટીમ ઇન્ડિયાનો હિસ્સો તેમજ એક જવાબદાર ક્રિકેટર હોવાના કારણે અમે તેઓના નિવેદન અને વિચારો સાથે સહમત નથી. આ તેઓના અંગત વિચારો છે.

શું છે આ મામલો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

9CyS EJ COAની ભલામણ વચ્ચે પંડ્યા - રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાંથી કરાયા બહાર : સૂત્ર

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા.