Not Set/ કોલંબિયા : ૮૦ કિલો વિસ્ફોટક ભરેલી ટ્રક દ્વારા કરાયો આતંકી હુમલો, ૨૧ લોકોના મૃત્યુ અને ૬૮ ઘાયલ

બોગોટા કોલંબિયામાં છેલ્લા ૧૬ વર્ષનો સૌથી વધારે ઘાતક આતંકી વિસ્ફોટ થયો છે. રાજધાની બોગોટામાં પોલીસ એકેડમીમાં એક વાહનમાં થયેલા બોમ્બ હુમલામાં ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે અને ૬૫ લોકો ઘાયલ થયા છે. #Urgente Primeras imágenes de carro bomba en Escuela de Cadetes General Santander en BogotáMás imágenes en: https://t.co/r1rrwS6U5B pic.twitter.com/Ls4FdonOC1— RCN Radio (@rcnradio) January 17, […]

Top Stories World Trending
imagen કોલંબિયા : ૮૦ કિલો વિસ્ફોટક ભરેલી ટ્રક દ્વારા કરાયો આતંકી હુમલો, ૨૧ લોકોના મૃત્યુ અને ૬૮ ઘાયલ

બોગોટા

કોલંબિયામાં છેલ્લા ૧૬ વર્ષનો સૌથી વધારે ઘાતક આતંકી વિસ્ફોટ થયો છે. રાજધાની બોગોટામાં પોલીસ એકેડમીમાં એક વાહનમાં થયેલા બોમ્બ હુમલામાં ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે અને ૬૫ લોકો ઘાયલ થયા છે.

દેશના રક્ષામંત્રીએ જણાવ્યું કે વિસ્ફોટકો ભરેલા એક વાહનનો ઉપયોગ કરીને આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આ ટ્રકમાં ૮૦ કિલો વિસ્ફોટક હતું. કોલંબિયાના રાષ્ટ્રપતિ ઇવાને પણ ટ્વીટ કર્યું કે કોલંબિયાના દરેક લોકો આતંકવાદની વિરુદ્ધ છે અને તેના વિરુદ્ધની લડાઈમાં પણ એક સાથે ઉભા છીએ. આ હુમલાને લીધે તેઓ દુઃખી છે પરંતુ હિંસાની સામે તેઓ માથું નહિ ઝુકાવે. તેમણે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવાના આદેશ આપ્યા છે.

જો કે અત્યાર સુધી આ હુમલાની કોઈએ જવાબદારી નથી લીધી.