Not Set/ પ્રિયંકા ચોપરાના કહેવાતા બેબી બમ્પ અંગે માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો

મુંબઇ, પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસથી તેના બેબી બમ્પને કારણે ચર્ચામાં છે. હવે આ બેબી બમ્પ ખરેખર છે કે નહીં તે અંગે માતા મધુ ચોપરાએ ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ ગત ડિસેમ્બરમાં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં અંગત સ્વજનોની હાજરીમાં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતા. જોકે […]

Trending Entertainment
2o 1 પ્રિયંકા ચોપરાના કહેવાતા બેબી બમ્પ અંગે માતા મધુ ચોપરાએ કર્યો ખુલાસો

મુંબઇ,

પ્રિયંકા ચોપરા છેલ્લા કેટલાક દિવસથી તેના બેબી બમ્પને કારણે ચર્ચામાં છે. હવે આ બેબી બમ્પ ખરેખર છે કે નહીં તે અંગે માતા મધુ ચોપરાએ ખુલાસો કર્યો હતો. પ્રિયંકાએ ગત ડિસેમ્બરમાં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે જોધપુરમાં લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ જોધપુરમાં ઉમેદ ભવન પેલેસમાં અંગત સ્વજનોની હાજરીમાં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતા.

gkb6dhk8

જોકે તાજેતરમાં પ્રિયંકાનો એક ફોટો જોવા મળ્યો હતો. જેમાં તેનું પેટ સહેજ ઉપસેલું દેખાતું હતું. તેથી એવી ચર્ચા ચાલી હતી કે પ્રિયંકા ચોપરા પ્રેગ્નેન્ટ છે. જોકે મધુ ચોપરાએ આ આખી ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી. એક મુલાકાતમાં મધુ ચોપરાએ જણાવ્યું હતું કે એ કેમેરા એંગલ એવો  હતો જેના કારણે પ્રિયંકાનું પેટ ઉપસેલું દેખાતું હતું. મધુ ચોપરાએ કહ્યું હતું કે  પ્રિયંકાએ મને કહ્યું કે તે થાકેલી હતી તેથી તેણે આવો પોઝ આપ્યો હતો.

Image result for priyanka chopra baby bump

હાલમાં પ્રિયંકા ચોપરા તેની હોલિવૂડ ફિલ્મમાં વ્યસ્ત છે સાથે જ તે બોલિવૂડમાં સોનાલી બોઝની ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્ક કરી રહી છે. જેમાં તેની સાથે ફરહાન અખ્તર તેમજ  ઝાઇરા વસીમ કામ કરી  રહ્યા છે.