Not Set/ વાઇબ્રન્ટ સમિટથી નવા ભારતનું નિર્માણ, વાઇબ્રન્ટ 2019ને સારો પ્રતિસાદ મળ્યો:CM રૂપાણી

ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ. ગુજરાતમાં અદાણી ગ્રુપ […]

Gujarat Videos
mantavya 301 વાઇબ્રન્ટ સમિટથી નવા ભારતનું નિર્માણ, વાઇબ્રન્ટ 2019ને સારો પ્રતિસાદ મળ્યો:CM રૂપાણી

ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ.

ગુજરાતમાં અદાણી ગ્રુપ કુલ 55 હજાર કરોડનું રોકાણ કરશે. તેઓ વિશ્વનું સૌથી મોટું સોલર પ્લાન્ટ કચ્છમાં બનાવશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિનાં પણ વખાણ કર્યાં અને કહ્યું તમે ‘સબકા સાથ સબકા વિકાસ’નું સપનું સાર્થક કર્યું છે.

તેમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ કરાશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયા છે. ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું.

તો આ તરફ 9માં વાઇબ્રન્ટ સમિતમાં પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ધણાખરા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. આ વાઇબ્રન્ટ સમિટ દરમિયન અદાણી ગ્રુપના ચેરમેને ગૌતમ અદાણીએ પોતાની સ્પીચ આપી હતી. સ્પીચમાં અદાણીએ કહ્યું હતું કે ગુજરાત મારૂ ઘર છે અને ગુજરાત દરેક ક્ષેત્રે આગળ આવ્યું છે.

તો રાજ્યના સીએમએ પણ કહ્યું હતું કે વાઇબ્રન્ટ 2019ને સારો પ્રતિસાદ મળ્યો છે. ઉઝબેકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા છે. તો રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે, ઉદ્યોગકારો પોતાનું રોકાણ વધારે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે આ સમિટમાં ભાગ લેવા માટે અલગ અલગ મહાનુભાવો, દેશ વિદેશના મહેમાનો હાજરો રહ્યા છે. આ ઉદ્યોગકારો ગુજરાતમાં મોટા પાયે એમઓયુ કરે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.