અમદાવાદના નારણપુરામાં આવેલ જયમાલા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાની મોત નીજ્યું હતું. આ અકસ્માત કાર અને યુનિવર્સિટીની બસ વચ્ચે સર્જાયો છે. જણાવીએ કે યુનિવર્સિટીની ઉભેલી બસ સાથે પૂર ઝડપે આવી રહેલી કાર ધ઼ાકાભેર અથાડી હતી.
જેમાં વૃદ્ધ મહિલા કાર અને બસ વચ્ચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, આ કારનો ચાલક અકસ્માત કર્યા બાદ ત્યાંથી ફરાર થયો હતો. હાલ પોલીસ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે એક વૃદ્ધ મહિલા ચાલતા રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારે એક યુનિવર્સિટીની ઉભેલી બસ સાથે અથડાઇ હતી. આ દરમિયાન કાર અને બસની વચ્ચે વૃદ્ધ મહિલા આવી જતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અકસ્માતની જાણ વૃદ્ધ મહિલાના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પરિવારજનો ઘટના સ્થળે આવી વૃદ્ધ મહિલાને જોતા તેમના પરીવારજનો સ્તંબ્ધ થઇ ગયા હતા. અકસ્માતમાં મોતને કારણે આખા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.