Not Set/ લો બોલો!!! ડુંગળીએ ખેડૂતને બનાવ્યો કરોડપતિ, દેવુ કરીને લીધી હતી જમીન

દેશમાં એક એવો ખેડૂત પણ છે જેણે લોન લીધી હતી અને ખેતી કરી હતી અને થોડા દિવસોમાં કરોડપતિ બની ગયો હતો. હા, જ્યાં ડુંગળીનાં ભાવો લોકોને પરેશાન કરી રહ્યા છે, ત્યાં દેશનો એક ખેડૂત પણ છે જે કરોડપતિ બની ગયો છે. આ ખેડૂત પાસે માત્ર 10 એકર જ જમીન હતી. વિસ્તારમાં સિંચાઇ માટે પાણીની તંગી […]

Top Stories India
1576407780Onion Farmer Turns Crorepati In A Month’s Time લો બોલો!!! ડુંગળીએ ખેડૂતને બનાવ્યો કરોડપતિ, દેવુ કરીને લીધી હતી જમીન

દેશમાં એક એવો ખેડૂત પણ છે જેણે લોન લીધી હતી અને ખેતી કરી હતી અને થોડા દિવસોમાં કરોડપતિ બની ગયો હતો. હા, જ્યાં ડુંગળીનાં ભાવો લોકોને પરેશાન કરી રહ્યા છે, ત્યાં દેશનો એક ખેડૂત પણ છે જે કરોડપતિ બની ગયો છે. આ ખેડૂત પાસે માત્ર 10 એકર જ જમીન હતી. વિસ્તારમાં સિંચાઇ માટે પાણીની તંગી હતી.

આવી સ્થિતિમાં આ ખેડૂતે ડુંગળી પર બેટ્સ લગાવી. આ ખેડૂતે 15 લાખ રૂપિયાની લોન લીધી હતી. ત્યારબાદ 10 એકર જમીન ભાડે લીધી. આ પછી આ 20 એકર જમીનમાં ડુંગળીની ખેતી શરૂ થઈ. અચાનક ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા અને આ ખેડૂત જોત જોતામાં કરોડપતિ બની ગયો. હાલ સ્થિતિ એ છે કે આ ખેડૂત આસપાસનાં વિસ્તાર માટે રોલ મોડેલ બની ગયો છે. દૂર-દૂરથી લોકો તેમને મળવા માટે આવી રહ્યા છે. વળી ખેડૂત કહે છે કે પહેલા લોન ભરપાઈ કર્યા પછી તે ઘર ઠીક કરશે. પરંતુ ડુંગળીની ખેતી સતત ચાલુ રહેશે.

કર્ણાટકનાં ચિત્રદુર્ગ જિલ્લાનાં ડોડડાસિદ્વવાવનહલ્લીનાં રહેવાસી ખેડૂત મલ્લિકાર્જુન આ વખતે ડુંગળીનો ભાવ વધતા કરોડપતિ બની ગયો છે. મલ્લિકાર્જુને એવા સમયે ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જ્યારે તેના પડોશનાં મોટાભાગનાં ખેડુતો ખેતી છોડી રહ્યા હતા. ખેતી છોડવાનું સૌથી મોટું કારણ ભૂગર્ભમાં જળની અછત હતુ. આ સમયગાળા દરમિયાન મલ્લિકાર્જુને ગામનાં ખેડુતોની 10 એકર જમીનને ભાડે લીધી હતી. તેમની પાસે પહેલાથી 10 એકર જમીન હતી. આમ તેમણે લગભગ 20 એકર જમીનમાં ડુંગળીની ખેતી શરૂ કરી. આ માટે મલ્લિકાર્જુને 15 લાખની લોન પણ લીધી હતી. મલ્લિકાર્જુને વર્ષ 2004 માં આ ડુંગળીની ખેતી શરૂ કરી હતી. ગયા વર્ષ સુધી, મલ્લિકાર્જુન ડુંગળીનાં વાવેતરમાં ફાયદો કરી રહ્યો ન હતો. છતાં તેણે ડુંગળીની ખેતી બંધ કરી ન હોતી.

મીડિયા અહેવાલો અનુસાર, મલ્લિકાર્જુન માટે આ વખતે ડુંગળીની ખેતી ભાગ્યમાં પરિવર્તન લાવવાની હતી. મલ્લિકાર્જુનનાં જણાવ્યા અનુસાર, તેઓ ઓક્ટોબર સુધી ડુંગળીનાં ભાવોની ઘટને લઈને ચિંતિત હતા. પરંતુ અચાનક નવેમ્બરની શરૂઆતથી ડુંગળીનાં ભાવ વધવા લાગ્યા. આ પહેલા પ્રતિ ક્વિન્ટલ રૂ.7000 સુધી પહોંચી હતી અને થોડા દિવસોમાં ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .12,000 પર પહોંચી ગયો હતો.

મલ્લિકાર્જુનની પાસે લગભગ 240 ટન ડુંગળીનો પાક હતો. આ પાક આશરે 20 ટ્રક જેટલો છે. આ ડુંગળીનો પાક તેણે મોંઘા ભાવે વેચ્યો અને તે જોત જોતામાં કરોડપતિ બન્યો. મલ્લિકાર્જુને લોન લઈને ડુંગળીની ખેતી માટે રૂ. 15 લાખનું રોકાણ કર્યું હતું. જે દિવસે તેણે ડુંગળીની ખેતી શરૂ કરી, તેને લાગ્યું કે આ સિઝનમાં 5 લાખથી 10 લાખ રૂપિયાનો નફો થશે. પરંતુ ડુંગળીનાં વધતા દરને કારણે તે તત્કાલ કરોડપતિ બન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.