Not Set/ CAA ને અમલમાં લાવવાનો નિર્ણય 1000 ટકા સાચો : PM મોદી

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) એ દેશનાં દરેક ભાગમાં હંગામો મચાવ્યો છે. વળી, આ કાયદાને લઈને થયેલા હંગામો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી રવિવારે ઝારખંડનાં દુમકામાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. અહીં પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવાનો નિર્ણય ‘1000 ટકા’ સાચો હતો. પીએમ […]

Top Stories India
PM Modi CAA ને અમલમાં લાવવાનો નિર્ણય 1000 ટકા સાચો : PM મોદી

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) એ દેશનાં દરેક ભાગમાં હંગામો મચાવ્યો છે. વળી, આ કાયદાને લઈને થયેલા હંગામો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી રવિવારે ઝારખંડનાં દુમકામાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. અહીં પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવાનો નિર્ણય ‘1000 ટકા’ સાચો હતો. પીએમ મોદીએ એમ પણ ધ્યાન દોર્યું કે વિદેશમાં ભારતીય દૂતાવાસો પર વિરોધ પ્રદર્શનનું કાવતરું ઈન્ડિયા ઓવરસીઝ કોંગ્રેસ દ્વારા ઘડવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે વિદેશમાં હાજર પાકિસ્તાની અને પાકિસ્તાની સમર્થકો વતી ભારતીય દૂતાવાસો પર પ્રદર્શન કરવામા આવ્યા હતા. હવે કોંગ્રેસ દ્વારા પણ આવું જ કાવતરું કરવામાં આવ્યું છે. તેમણે આગળ કહ્યું, “પરંતુ તેમનો વિરોધ જોયા પછી, હું દાવા સાથે કહી શકું છું કે સંસદ દ્વારા નાગરિકતા સુધારણા બિલ (સીએબી) પસાર કરવાનો નિર્ણય 1000 ટકા સાચો હતો.” પીએમ મોદીએ ઉત્તર-પૂર્વમાં હિંસા માટે કોંગ્રેસને દોષી ઠેરવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, દેશની સંસદે બહુમતી સાથે નાગરિકત્વ સંબંધિત એક મહત્વપૂર્ણ ખરડો પસાર કર્યો. પરંતુ કોંગ્રેસ અને તેમના સાથી પક્ષ મુશ્કેલી પેદા કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ લોકો કાંઇ પણ કરવામાં અસમર્થ છે, તેથી તેઓ આગ આપવામાં રોકાયેલા છે. કેબ પસાર થઈ ત્યારથી ઉત્તર-પૂર્વ રાજ્યો, ખાસ કરીને આસામમાં વ્યાપક હિંસા થઈ રહી છે. પીએમ મોદીએ આસામનાં લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્યની જનતાએ હિંસા અને હિંસામાં ભાગ લઇ રહેલા લોકોથી પોતાને દૂર રાખ્યા છે. પીએમ મોદીનાં શબ્દોમાં, ‘હું આસામ અને ઉત્તર-પૂર્વનાં લોકો માટે માથું નમાવી રહ્યો છું. હિંસાને ભડકાવનારાઓથી તેઓએ પોતાને દૂર રાખ્યા છે. આસામનાં લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના મંતવ્યો રાખી રહ્યા છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.