Not Set/ ખિસ્સા ખાલી કરવા તૈયાર રહો, હવે લાઈટ બીલ થશે મોંઘું, ટોરેન્ટે કરી ભાવ વધારાની તૈયારી

આર્થિક મંદીમાં મોંઘવારીના મારથી પીસાઈ રહેલી જનતાની હાલત ખરાબ થઈ જાય એવા સમાચાર સામે આવી રહ્યા છે.તેલ, ડુંગળી,લસણ અને હાલમાં જ અમૂલ દ્વારા દૂધમાં ભાવમાં વધારો કરાયા બાદ હવે લાઈટબીલ પણ અમદાવાદીઓની કમર તોડી શકે છે. ટોરેન્ટ પાવર લિમિટેડએ 2020-21ના નાણાંકીય વર્ષ માટે વિજળીના દરમાં પ્રતિ યુનિટે 21 પૈસાનો વધારો કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. […]

Top Stories Ahmedabad Gujarat
aa 2 ખિસ્સા ખાલી કરવા તૈયાર રહો, હવે લાઈટ બીલ થશે મોંઘું, ટોરેન્ટે કરી ભાવ વધારાની તૈયારી

આર્થિક મંદીમાં મોંઘવારીના મારથી પીસાઈ રહેલી જનતાની હાલત ખરાબ થઈ જાય એવા સમાચાર સામે આવી રહ્યા છે.તેલ, ડુંગળી,લસણ અને હાલમાં જ અમૂલ દ્વારા દૂધમાં ભાવમાં વધારો કરાયા બાદ હવે લાઈટબીલ પણ અમદાવાદીઓની કમર તોડી શકે છે.

ટોરેન્ટ પાવર લિમિટેડએ 2020-21ના નાણાંકીય વર્ષ માટે વિજળીના દરમાં પ્રતિ યુનિટે 21 પૈસાનો વધારો કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રાઈવેટ સેક્ટરની પાવર ડિસ્ટ્રીબ્યૂટર કંપની 1લી એપ્રિલ 2020થી આ ભાવ વધારો અમલમાં મૂકવા ઈચ્છે છે.

ટોરેન્ટ પાવરે ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)માં ભાવ વધારે માટે અરજી કરી છે.હવે જર્ક જો આ અરજી માન્ય રાખે તો તમારા મારા ઘરનું લાઈટબીલ વધી જશે.

ટોરેન્ટ પાવર વિજળીનો ચાર્જ 15 પૈસા પ્રતિ યુનિટ અને ફિક્સ્ડ/ડિમાન્ડ ચાર્જ 6 પૈસા પ્રતિ યુનિટ વધારવા ઈચ્છે છે. કંપનીએ BPL ગ્રાહકો પાસેથી પહેલા 30 યુનિટ માટે કોઈ ભાવવધારાની માગણી કરી નથી. તેમણે ઉમેર્યું કે, અન્ય રહેવાસી ગ્રાહકો માટે કંપનીએ પહેલા 50 યુનિટ માટે 10 પૈસાનો ભાવ વધારો અને તે પછીના યુનિટ માટે 15 પૈસાનો ભાવ વધારે માગ્યો છે.

આ ઉપરાંત કંપનીએ 1લી એપ્રિલ 2020થી બે વર્ષ માટે રેગ્યુલેટરી ચાર્જમાં પ્રતિ યુનિટે 0.35 પૈસાના વધારાની માગણી કરી છે. જેથી મોડી રિવકરીના કારણે થયેલા નુકસાનને એડજસ્ટ કરી શકે. આ ભાવ વધારા અંગે અંતિમ નિર્ણય સ્ટેટ પાવર રેગ્યુલેટરી દ્વારા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.