Not Set/ વાયુ પ્રદૂષણથી Air Puirfier ખરીદતો વર્ગ વધ્યો, 60 ટકા વેચાણ વધ્યુ

વાયુ પ્રદૂષણનાં સ્તરમાં વધારા સાથે, દેશની મુખ્ય એર પ્યુરીફાયર બનાવતી કંપનીઓનાં વેચાણમાં આ વર્ષે વ્યસ્ત સીઝન દરમિયાન 60 ટકાનો વધારો નોંધાયો છે. ફિલિપ્સ, બ્લ્યુએર, પેનાસોનિક, યુરેકા ફોર્બ્સ, શાર્પ, શાઓમી એર પ્યુરિફાયર અને બ્લુસ્ટાર જેવી કંપનીઓનાં વેચાણમાં ડબલ-ડિજિટનો અંક જોવા મળ્યો છે. દિલ્હી-એનસીઆર સિવાય લખનઉ અને કાનપુર જેવી અન્ય બીજી શ્રેણીનાં શહેરોમાં વધુ માંગ જોવા મળી. […]

Top Stories India
Air Purifier વાયુ પ્રદૂષણથી Air Puirfier ખરીદતો વર્ગ વધ્યો, 60 ટકા વેચાણ વધ્યુ

વાયુ પ્રદૂષણનાં સ્તરમાં વધારા સાથે, દેશની મુખ્ય એર પ્યુરીફાયર બનાવતી કંપનીઓનાં વેચાણમાં આ વર્ષે વ્યસ્ત સીઝન દરમિયાન 60 ટકાનો વધારો નોંધાયો છે. ફિલિપ્સ, બ્લ્યુએર, પેનાસોનિક, યુરેકા ફોર્બ્સ, શાર્પ, શાઓમી એર પ્યુરિફાયર અને બ્લુસ્ટાર જેવી કંપનીઓનાં વેચાણમાં ડબલ-ડિજિટનો અંક જોવા મળ્યો છે. દિલ્હી-એનસીઆર સિવાય લખનઉ અને કાનપુર જેવી અન્ય બીજી શ્રેણીનાં શહેરોમાં વધુ માંગ જોવા મળી.

ઉત્તરીય ક્ષેત્ર એર પ્યુરીફાયરનાં વેચાણમાં અડધાથી વધુ વેચાણનું યોગદાન આપે છે. દિલ્હી-એનસીઆર એ એર પ્યુરીફાયરનાં વેચાણમાં ટોચ પર છે. આ વર્ષે કેટલીક કંપનીઓએ પણ કેરળ અને ઉત્તરપૂર્વ જેવા બજારોમાં વધુ વેચાણ નોંધ્યું છે. ભારતીય ઉપખંડનાં ફિલિપ્સનાં વાઇસ ઉપાધ્યક્ષ (પર્સનલ હેલ્થ) ગુલબહાર તૌરાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં એર પ્યુરીફાયરનું બજાર રૂ. 450 કરોડ રહ્યુ છે. લોકો હવે એર પ્યુરિફાયર્સને ઝડપથી ખરીદી રહ્યા છે. પાછલા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં 60 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

શાર્પ બિઝનેસ સિસ્ટમ્સ ઇન્ડિયાનાં અધ્યક્ષ (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ) કિશલે રે એ જણાવ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં શાર્પનાં વેચાણમાં 27 ટકાનો વધારો થયો છે. આ બે મહિનામાં તેણે લગભગ 15,000 એર પ્યુરિફાયર્સ વેચ્યા છે. યુરેકા ફોર્બ્સનાં ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર શશાંક સિન્હાએ કહ્યું કે, તેમના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે. એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડનાં વેચાણમાં ડબલ અંકોનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.