જૂનાગઢ/  ગિરનારના રોપ-વે આ કારણે કરાયો બંધ

જૂનાગઢના ગિરનાર ખાતે શરૂ કરાયેલા રોપ-વેને હાલ પુરતો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનાર ખાતે રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે ખરાબ હવામાન જવાબદાર છે.

Top Stories Gujarat
Untitled 17 2  ગિરનારના રોપ-વે આ કારણે કરાયો બંધ

જૂનાગઢના ગિરનાર ખાતે શરૂ કરાયેલા રોપ-વેને હાલ પુરતો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનાર ખાતે રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે ખરાબ હવામાન જવાબદાર છે. જૂનાગઢમાં ગિરનાર રોપવે ખરાબ હવામાનને કારણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સિઝનમાં ગિરનાર પર્વત પર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જે મુસાફરોની સુરક્ષા માટે સમસ્યા સર્જી શકે છે. હવામાન અનુકૂળ થયા બાદ રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ રોપ-વે ગિરનારની તળેટીથી અંબાજી મંદિર (2.3 કિમી) સુધી બનાવવામાં આવ્યો છે. આ રોપવે શરૂ થયા બાદ આ યાત્રા માત્ર 7 મિનિટમાં કવર કરી શકાશે. તેમજ આ રોપ-વેમાં 24 ટ્રોલી લગાવવામાં આવી છે. આમાંથી એક ટ્રોલીમાં આઠ લોકો બેસી શકે છે. તે મુજબ એક રાઉન્ડમાં કુલ 192 મુસાફરો ઉપર જઈ શકશે. આમાં છ નંબરનો ટાવર સૌથી ઊંચો છે, લગભગ 67 મીટર જે ગિરનારના એક હજાર પગથિયાં પાસે આવેલો છે.