Not Set/ અમદાવાદ/ રાજદ્રોહ કેસમાં ધરપકડ મામલે હાર્દિક પટેલને કોર્ટે આપ્યા શરતી જામીન

રાજદ્રોહના કેસમાં કોર્ટમાં ગેર હાજર રહેતા હાર્દિક પટેલની ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.  જેને પગલે હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલના સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કર્યાં છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને કેસની તારીખમાં ફરજિયાત હાજર રહવા આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટે આગામી કેસની તારીખમાં હાજર રહેવાને લઇને જામીન મંજૂર કરતાં […]

Gujarat Others
hardik patel અમદાવાદ/ રાજદ્રોહ કેસમાં ધરપકડ મામલે હાર્દિક પટેલને કોર્ટે આપ્યા શરતી જામીન

રાજદ્રોહના કેસમાં કોર્ટમાં ગેર હાજર રહેતા હાર્દિક પટેલની ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.  જેને પગલે હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. હાર્દિક પટેલના સેશન્સ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કર્યાં છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને કેસની તારીખમાં ફરજિયાત હાજર રહવા આદેશ કર્યો છે. સેશન્સ કોર્ટે આગામી કેસની તારીખમાં હાજર રહેવાને લઇને જામીન મંજૂર કરતાં હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં હાજર રહેવાની બાહેંધરી આપી છે.

રાજદ્રોહ કેસમાં જામીન શરતોનું પાલન ન કરતા હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અંગેની અરજી કરી હતી. જેને લઇને આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.

તો બીજી બાજુ અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ ફરી એકવાર ધરપકડ કરવામાં આવશે. સિધ્ધપુરમાં કોંગ્રેસ ધારાસભ્યના સમર્થનમાં જાહેરાત કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પાટણ જીલ્લાના સિધ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં હાર્દિકે જાહેરાત કરી હતી. જેને લઇ ગત દિવસોએ સિધ્ધપુર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યા બાદ ફરીથી હાર્દિકની મુશ્કેલી વધી શકે છે. આજે સિધ્ધપુર પોલીસ અમદાવાદ પહોંચીને સાબરમતી જેલમાંથી હાર્દિક પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.