Not Set/ વડોદરા મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાણો કેમ ..?

વડોદરા કોર્પોરેશનની કચેરીમાં આતંકવાદીઓ આવતા હોય તેમ સત્તાધીશો અને અધિકારીઓ એ હથિયારધારી એસ આર પી પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેના કારણે મોટો વિવાદ થયો છે. કોંગ્રેસ દ્વારા દૂષિત પાણી ને લઈ પાલિકા ની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યકરો એ મેયર સાથે ધક્કા મુક્કી કરી અપમાન કર્યું હતું. જેને લઈ પાલિકા […]

Gujarat Others
vadodara વડોદરા મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, જાણો કેમ ..?

વડોદરા કોર્પોરેશનની કચેરીમાં આતંકવાદીઓ આવતા હોય તેમ સત્તાધીશો અને અધિકારીઓ એ હથિયારધારી એસ આર પી પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેના કારણે મોટો વિવાદ થયો છે.

કોંગ્રેસ દ્વારા દૂષિત પાણી ને લઈ પાલિકા ની કચેરી પર હલ્લાબોલ કર્યો હતો જેમાં કોંગ્રેસ કાર્યકરો એ મેયર સાથે ધક્કા મુક્કી કરી અપમાન કર્યું હતું. જેને લઈ પાલિકા ના કમિશનર એ મેયર અને કમિશનર ગેટ પર હથિયારધારી એસ આર પી પોલીસ જવાનો નો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

એસ આર પી જવાનો પાલિકામાં આવતા લોકો અને રાજકીય મોરચાને કંટ્રોલ કરશે સાથે જ મોર્ચામાંથી માત્ર પાંચ વ્યક્તિઓને જ સત્તાધીશો કે અધિકારીઓ ને મળવા જવા દેશે. મહત્વની વાત છે કે પાલિકા પોતાની સિક્યોરિટી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે,  ત્યારે એસ આર પી જવાનોનો બંદોબસ્ત ગોઠવી રૂપિયાનો વેડફાટ કરવાની કેમ જરૂર પડી તે સવાલ ઊઠી રહ્યો છે. મેયર એ કહ્યું કે મારી સાથે ધક્કા મુક્કી થઈ ત્યારબાદ વધારાનો એસ આર પીનો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે.

મહત્વની વાત છે કે પ્રજાના મત થી ચૂંટાઈ આવેલા સત્તાધીશોને હવે લોકોના મોર્ચા થી ડર લાગી રહ્યો છે. લોકોની વચ્ચે જઈ સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે હવે પાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં ચૂર થઈ પાલિકામાં પોતાની સમસ્યાની રજૂઆત કરવા આવતા લોકો અને વિપક્ષને જ પાલિકામાં આવતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.