રોગચાળો/ કેરળના બે ગામોમાં બર્ડ ફ્લૂનો વધ્યો ખતરો, 8 હજારથી વધુ પક્ષીનો મારવાનો આદેશ

કેરળમાં બર્ડ ફલૂનો રોગચાળો ફેલાતા લોકામાં ભારેફફડાટ વ્યાપી ગયો છે, જેના લીધે પ્રશાસન પણ એલર્ટ થઇ ગયું છે, અને અગમચેતી પગલાંના આદેશ આપી દીધા છે. 

Top Stories India
10 12 કેરળના બે ગામોમાં બર્ડ ફ્લૂનો વધ્યો ખતરો, 8 હજારથી વધુ પક્ષીનો મારવાનો આદેશ

કેરળમાં બર્ડ ફલૂનો રોગચાળો ફેલાતા લોકામાં ભારેફફડાટ વ્યાપી ગયો છે, જેના લીધે પ્રશાસન પણ એલર્ટ થઇ ગયું છે, અને અગમચેતી પગલાંના આદેશ આપી દીધા છે. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં બર્ડ ફ્લૂનું જોખમ વધી ગયું છે. જિલ્લાની અરપુકારા અને થલાયઝામ પંચાયતોમાં ફ્લૂનો પ્રકોપ નોંધાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોની એક કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ 8,000 બતક, મરઘીઓ અને અન્ય સ્થાનિક પક્ષીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ફલૂના ફાટી નીકળ્યાની માહિતી મળતાં, જિલ્લા કલેક્ટર પી.કે. જયશ્રીએ મંગળવારે (13 ડિસેમ્બર) જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ રોગચાળાને ધ્યાનમાં રાખીને બે પંચાયતોમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.

આ બેઠકમાં પીકે જયશ્રીએ સ્થાનિક સંસ્થાઓ અને પશુપાલન વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોની એક કિમીની ત્રિજ્યામાં પક્ષીઓને પકડીને મારી નાખવાની સૂચના આપી હતી. જિલ્લા પીઆરડીના જણાવ્યા અનુસાર, અધિકારીઓને પણ આ વિસ્તારને ફ્લૂથી મુક્ત બનાવવા માટે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે 13 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે બર્ડ ફ્લૂ પ્રભાવિત વિસ્તારોની 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચિકન, બતક, અન્ય સ્થાનિક પક્ષીઓ, ઈંડા, માંસ અને ખાતરના વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કલેક્ટરે જણાવ્યું હતું કે રોગના કેન્દ્રથી 10 કિમીની ત્રિજ્યામાં 19 સ્થાનિક સંસ્થાઓમાં જો ચિકન, બતક અથવા અન્ય સ્થાનિક પક્ષીઓનું અસામાન્ય મૃત્યુ જોવા મળે તો તેની નજીકની પશુ ચિકિત્સાલયને જાણ કરવી જોઈએ. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસી અને દરિયાઈ પક્ષીઓ જિલ્લામાં જોવા મળતા H5N1 સ્ટ્રેઈનના વાહક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે બર્ડ ફ્લૂના કેસની પુષ્ટિ થઈ છે. અરપુકારામાં બતકના ફાર્મ અને થલાયઝામમાં એક બ્રોઇલર ચિકન ફાર્મમાં પક્ષીઓના મૃત્યુ પછી, નમૂનાઓ ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝ લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોની પંચાયતોમાં પક્ષીઓને મારવા અને દૂર કરવા માટે પશુપાલન વિભાગની ઝડપી પ્રતિસાદ ટીમો બનાવવામાં આવી છે.