Not Set/ રોગચાળાના ભરડામાં જામનગર, કૉંગો સાથે સ્વાઇન ફ્લૂનો કેસ નોધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ

હજુ તો ભાદરવો પણ સાંબેલા ધાર જઈ રહ્યો છે. તેમાં રોગચાળા એ માથું ઉચક્યું છે. ભારે વરસાદ ને પગલે આમેય રોગચાળો ફેલાઈ જ રહ્યો છે, તેની વચ્ચે કોંગે ફીવરે કહેર વરતાવ્યો છે. નિતનવા જિલ્લા માં થી કોંગોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ માં 5 દિવસ અગાઉ જ જામનગર ખાતેથી એક કૉંગોનો પોઝીટીવ કેસ […]

Top Stories Gujarat Others

હજુ તો ભાદરવો પણ સાંબેલા ધાર જઈ રહ્યો છે. તેમાં રોગચાળા એ માથું ઉચક્યું છે. ભારે વરસાદ ને પગલે આમેય રોગચાળો ફેલાઈ જ રહ્યો છે, તેની વચ્ચે કોંગે ફીવરે કહેર વરતાવ્યો છે. નિતનવા જિલ્લા માં થી કોંગોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ માં 5 દિવસ અગાઉ જ જામનગર ખાતેથી એક કૉંગોનો પોઝીટીવ કેસ સામે આવ્યો હતો, ત્યારે ફરી એક વાર કૉંગો પોઝિટિવ કેસ સાથે સાથે સ્વાઇન ફ્લૂ નો પણ કેસ નોધતાં જામનગર આરોગ્ય વિભાગ હરકત માં આવી ગયું છે.

મળતી વિગત અનુસાર, જામનગર શહેરમાં કોંગોફિવરે વધુ એક વખત દેખા દીધી હોય તેમ વધુ એક પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે , થોડા દિવસો પૂર્વે જી . જી . હોસ્પિટલમાં ફરજ બજાવતી રેસીડેન્ટ મહિલા તબીબનો કોંગો ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેની હજુ તો આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે, ત્યારે વધુ કોંગોનો રીપોર્ટ પોઝીટીવ આવતા જીલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે , જો કે તબીબોના જણાવ્યા અનુસાર હાલ તેની તબિયત સ્થિર છે. તો બીજી તરફ જામનગરમાં વસવાટ કરતી એક ૩૪ વર્ષીય મહિલાનો સ્વાઈનફલુ રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેની પણ હાલ સારવાર ચાલી રહી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.