IND A vs BAN A/ ભારતે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 51 રનથી હરાવ્યું,ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે રોમાંચક મુકાબલો

ઇમર્જિંગ એશિયા કપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી. શુક્રવારે કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું

Top Stories Sports
7 2 6 ભારતે સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 51 રનથી હરાવ્યું,ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે રોમાંચક મુકાબલો

ઇમર્જિંગ એશિયા કપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર જીત નોંધાવી હતી. શુક્રવારે કોલંબોમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 51 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ 23 જુલાઈએ પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલ અગાઉ 2013માં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં જીત મેળવી હતી.

બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 211 રન બનાવ્યા હતા. આમાં કેપ્ટન યશ ધુલે 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ઓપનર અભિષેક શર્માએ 34 અને સાઈ સુદર્શને 21 રન બનાવ્યા હતા. નાના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી હતી, પરંતુ બાદમાં બોલરોએ ટીમ ઈન્ડિયાને વાપસી કરી હતી. બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 70 રનમાં પડી હતી. મોહમ્મદ નઈમ 38 રન બનાવીને આઉટ થયો હતો. આ સમય સુધીમાં બાંગ્લાદેશ મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ તે પછી વિકેટોનું એવું પતન શરૂ થયું કે એક પછી એક બેટ્સમેન પેવેલિયન પાછા ફર્યા

ભારતીય બોલર નિશાંત સિંધુએ વિસ્ફોટક બોલિંગ કરીને 8 ઓવરમાં 20 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જોકે તે હેટ્રિકથી ચુકી ગયો હતો. તેણે 32મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર બેક-ટુ-બેક વિકેટ લીધી, પરંતુ 34મી ઓવરના પહેલા બોલ પર તે વિકેટ લઈ શક્યો નહીં. જોકે તેણે બીજા જ બોલ પર મહમુદુલ હસનને આઉટ કરીને બાંગ્લાદેશ કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો હતો. સિંધુની સાથે માનવ સુથારે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 8.2 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યુવરાજ સિંહ ડોડિયાને એક વિકેટ મળી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ મેચ 23 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શરૂ થશે. બંને હરીફો વચ્ચે જોરદાર ટક્કર જોવાનું રસપ્રદ રહેશે.