vadodra/ કોરોના વોર્ડમાં ફરજ બનાવતી નર્સનો PPE કિટ પહેરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ડ્યૂટી પર જવા નીકળેલી નર્સની PPE કિટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ  પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે

Top Stories Gujarat Vadodara
a 64 કોરોના વોર્ડમાં ફરજ બનાવતી નર્સનો PPE કિટ પહેરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ડ્યૂટી પર જવા નીકળેલી નર્સની PPE કિટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ  પ્રથમ દ્રષ્ટિએ અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે તો બીજી તરફ હત્યાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જો કે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : છોટાઉદેપુર : ડુંગરવાંટ ગામે એક મકાનમાં અચાનક લાગી આગ, બધી ઘરવખરી બળીને ખાખ

મળતી માહિતી અનુસાર, વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. હાલ તેમણે ગોત્રી હોસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જઇ રહ્યાં હતા. તે દરમિયાન આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી નર્સનો મૃતદેહ  મળતો હતો. આ મહિલાનો અકસ્માત થયો કે હત્યા થઇ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :  સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર

આ મામલે કોઈ અજાણ્યા શખ્સે પોલીસને જાણ કરી હતી કે, વૈકુંઠ સોસાયટીના દરવાજા નજીક PPE કિટ પહેરેલ યુવતીની લાશ પડી છે. જે બાદ પોલીસે આવીને તપાસ કરતાં તે શિલ્પા પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : ગોજારો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો કમકમાટી ભર્યા મોત, બે ઇજાગ્રસ્ત

શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયુ હોવાનુ જણાઇ આવ્યુ નથી. બીજી તરફ શિલ્પાના શરીર ઉપર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નથી પરંતુ તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ નિશાન છે એટલે આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ છે.

જો કે આ મામલે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. હત્યા છે કે અકસ્માત.. તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…