ગોળીબાર/ અમેરિકાના ફ્લોરિડામાં મ્યુઝિક વીડિયો શૂટ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ,10 લોકો ઘાયલ

અમેરિકાના ફ્લોરિડાના મિયામી ગાર્ડનમાં એક રેસ્ટોરન્ટની બહાર ગુરુવારે સાંજે અનેક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો

Top Stories World
america firing

america firing : અમેરિકાના ફ્લોરિડાના મિયામી ગાર્ડનમાં એક રેસ્ટોરન્ટની બહાર ગુરુવારે સાંજે અનેક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં હુમલાખોરે અત્યાર સુધીમાં 10 લોકોને ગોળી મારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઘટના બની ત્યારે રેપર ફ્રેન્ચ મોન્ટાના સ્થળ પર એક મ્યુઝિક વીડિયો બનાવી રહ્યો હતો.

મિયામી ગાર્ડન્સ પોલીસના જણાવ્યા અનુસાર america firing આ ઘટના ધ લિકિંગ રેસ્ટોરન્ટમાં બની હતી. તેણે પુષ્ટિ કરી કે “ઘણા લોકોને” ગોળી વાગી હતી. એક સાક્ષીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જ્યારે રેપર ફ્રેન્ચ મોન્ટાના માટે એક મ્યુઝિક વીડિયો શૂટ ચાલી રહ્યું હતું ત્યારે ગોળીબાર થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ઓછામાં ઓછા 10 થી 15 ગોળીબાર સંભળાયો અને લોકો અહીં-ત્યાં દોડવા લાગ્યા.

અધિકારીઓએ ગોળીબારમાં america firing ઘાયલ થયેલા લોકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી નથી, પરંતુ સ્થાનિક ન્યૂઝ ચેનલોએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે અનેક પોલીસ વાહનો અને ફાયર બ્રિગેડના વાહનો હાજર છે.એક સ્થાનિક સમાચાર આઉટલેટે અહેવાલ આપ્યો છે કે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.નોંધનીય છે કે આ ગોળીબારમાં હુમલાખોરે અત્યાર સુધીમાં 10 લોકોને ગોળી મારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ઘટના બની ત્યારે રેપર ફ્રેન્ચ મોન્ટાના સ્થળ પર એક મ્યુઝિક વીડિયો બનાવી રહ્યો હતો

અમેરિકાના ફ્લોરિડામાં ડેપ્યુટી શેરિફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વોરંટની અમલવારી દરમિયાન ફ્લોરિડા પેનહેન્ડલમાં એક વ્યક્તિએ ડેપ્યુટી શેરિફની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ટિમોથી પ્રાઇસ-વિલિયમ્સ પર શનિવારે ફોર્ટ વોલ્ટન બીચ ખાતે ડેપ્યુટી શેરિફ કોર્પોરલ રે હેમિલ્ટનની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઓકાલૂસા કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાઇસ-વિલિયમ્સે હેમિલ્ટન પર ઘરની અંદરથી ગોળીબાર કર્યો હતો જ્યારે તે ઘરેલુ હિંસાનું વોરંટ આપવા ગયો હતો. હેમિલ્ટનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

CRASH/મધ્યપ્રદેશના રીવા મંદિરના ગુંબજ સાથે પ્લેન અથડાતા ક્રેશ,સીનિયર પાઇલટનું મોત, એકની હાલત ગંભીર

કાતિલ ઠંડી/ગુજરાતમાં આટલા દિવસ પડશે હાડ થીજવતી ઠંડી! હવામાન વિભાગે કરી આ આગાહી,જાણો

ચાર્જશીટ/જામનગરમાં બાળકી પર દુષ્કર્મ કેસ મામલે પોલીસે પાંચ દિવસમાં જ ચાર્જશીટ ફાઇલ કરી