કાતિલ ઠંડી/ ગુજરાતમાં આટલા દિવસ પડશે હાડ થીજવતી ઠંડી! હવામાન વિભાગે કરી આ આગાહી,જાણો

ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે, પારો નીચે ગગડતા ઠંડીમાં ચમકારો યથાવત જોવા  મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા

Top Stories Gujarat
cold in gujarat
  • રાજયભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું
  • હજુ બે દિવસ કડકડતી ઠંડી પાડવાની આગાહી
  • હિમાલયના બર્ફીલા પવનથી કાતિલ ઠંડી
  • 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી ઠંડીનું પ્રમાણ વધુ
  • કાતિલ ઠંડીથી રાજ્યભરના જનજીવન પર અસર

gujarat:  ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે, પારો નીચે ગગડતા ઠંડીમાં ચમકારો યથાવત જોવા  મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠાવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા. દિવસ દરમિયાન લોકો શ્વેટરમાં લપેટાયેલા રહ્યા હતા.બે દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં કડકડતી ઠંડીના કારણે ચોમેર તાપણીૂ કરતા લોકો નજરે પડી રહ્યા હતા, ઠંડીનું જોર વધી રહ્યું છે. (cold in gujarat) હિમાલયના બર્ફીલા  પવનના કારણે સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી વધી રહી છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાથી ઠંડીનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. આ પવનથી ઠંડી પણ ખુબ વધી છે. જેની સીધી અસર જનજીવન પર પડી છે.

ઉલ્લેખનીય છે   દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડી અને કોલ્ડવેવની ઝપેટમાં છે. આ સમયે દિલ્હી હિલ સ્ટેશનો કરતા પણ ઠંડુ થઈ ગયું છે.  દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયું હતું, જ્યારે ત્રણ સ્થળોએ તે 2.2 થી 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુરુવારે ડેલહાઉસીમાં 4.9 ડિગ્રી સેલ્સિયસ, ધરમશાલામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ, કાંગડામાં 3.2 ડિગ્રી સેલ્સિયસ, શિમલામાં 3.7 ડિગ્રી સેલ્સિયસ, દહેરાદૂનમાં 4.6 ડિગ્રી સેલ્સિયસ, મસૂરીમાં 4.4 ડિગ્રી સેલ્સિયસ અને નૈનિતાલમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 થી 7 જાન્યુઆરી સુધીના ત્રણ દિવસ સુધી રાજધાનીના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવનો પ્રકોપ ચાલુ રહી શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. શીત લહેર સાથે ધુમ્મસ પણ પરેશાન કરશે. હવામાન વિભાગે 5 થી 7 જાન્યુઆરી વચ્ચે ધુમ્મસ અને કોલ્ડવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

મોટી કાર્યવાહી/કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કરી મોટી કાર્યવાહી, TRF સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ