Officer Suspend/ જુગારધામ પર રેડના કિસ્સામાં બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ લોહ સસ્પેન્ડ કરાયા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ જુગારધામના અડ્ડા પર અચાનક રેડ પાડતા સમગ્ર મહેસાણા જિલ્લાના પોલીસ બેડામાં આંચકો લાગ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા 19 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.,આ કેસમાં બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ લોહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 46 2 જુગારધામ પર રેડના કિસ્સામાં બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ લોહ સસ્પેન્ડ કરાયા

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ જુગારધામના અડ્ડા પર અચાનક રેડ પાડતા સમગ્ર મહેસાણા જિલ્લાના પોલીસ બેડામાં આંચકો લાગ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા 19 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

આ કેસમાં બાવલુ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ લોહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડીમાં ચાલતા જુગારધામને લઈને સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હોવાના પગલે પીએસઆઈને મહેસાણા જિલ્લાના એસપીએ સસ્પેન્ડ કર્યા છે.

મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા અગોલ ગામમાં ચાલતુ જુગારધામ એસએમસીએ તેની રેડમાં પકડ્યું હતું. એસએમસી દ્વારા 35 લાખથી પણ વધુ રકમનો રોકડ મુદ્દામાલ કબ્જે કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કુલ 19 જુગારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં હવે રીતસરની ધાક બેસી ગઈ છે.

તેથી હવે કડી પોલીસ સ્ટેશન અને તેની નેજા હેઠળ આવતા વિસ્તારોમાં આગામી દિવસોમાં જુગારધામથી લઈને દારૂના અડ્ડા બધા પર પોલીસ અથવા તો સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ત્રાટકે તેમ માનવામાં આવે છે. આના લીધે કેટલાય અસામાજિક તત્વો હાલ પૂરતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ