Not Set/ 125થી વધુ તબીબો કોરોનાની ઝપેટમાં આવતા રાજકોટમાં ડૉ. ની તંગી, સરકારે આવી કરી વ્યવસ્થા

રાજકોટની કોરોનાનાં કારણે માઠી બેઠી હોય તેવી રીતે રોજરોજ અધધધ કોરોનાનાં નવા કેસની સાથે સાથે અધધધ મોત પણ નોંધવામાં આવી રહ્યા છે. દુખદ અને સૌથી ગંભીર બાબત એ છે કે રાજકોટમાં કોરોનાની સામે લડાઇ લડી રહેલા સરકારી કર્મચારીઓ હોય કે પોલીસ અધિકારી કે પછી તબીબો તમામ કોરોના વોરિયર કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.  પ્રાપ્ત વિગતો […]

Gujarat Rajkot
7b5912bf2bb1a1c5288ebbe0a0a90bd4 1 125થી વધુ તબીબો કોરોનાની ઝપેટમાં આવતા રાજકોટમાં ડૉ. ની તંગી, સરકારે આવી કરી વ્યવસ્થા

રાજકોટની કોરોનાનાં કારણે માઠી બેઠી હોય તેવી રીતે રોજરોજ અધધધ કોરોનાનાં નવા કેસની સાથે સાથે અધધધ મોત પણ નોંધવામાં આવી રહ્યા છે. દુખદ અને સૌથી ગંભીર બાબત એ છે કે રાજકોટમાં કોરોનાની સામે લડાઇ લડી રહેલા સરકારી કર્મચારીઓ હોય કે પોલીસ અધિકારી કે પછી તબીબો તમામ કોરોના વોરિયર કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં 125થી વધુ તબીબ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. IMA દ્વારા રાજકોટ મામલે ચેતવણી પણ આપી દેવામાં આવી છે, ત્યારે કોરોનાનાં કહેરની સામે લડવા માટે હાલ રાજકોટને વધારાનાં તબીબોની જરુર રહેવાની તે વાત પણ સ્વાભાવિક છે.

તમામ હકીકતોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા રાજકોટને 70 તબીબોની ફાળવણી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત અન્ય જિલ્લામાંથી તબીબોને રાજકોટ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે 4 નર્સિંગ કોલેજની 114 વિધાર્થીઓને રાજકોટ માટે કોવિડની જવાબદારી સોંપવામાં આવી છે. 200 એટેન્ડન્ટને પણ કોવિડ સેન્ટરની જવાબદારી સોંપાઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews