Not Set/ ગીર જંગલમાં સિંહ મોત અંગે સીએમે કહ્યું- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે

ગીર, ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી દેખાઇ રહી છે. છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે.ત્યારે આ મુદ્દે સીએમ રુપાણીએ પોતાની પ્રતીક્રીયા આપી હતી. સીએમ વિજય રૂપાણીએ ગીરમાં સિંહોના મોત અંગે નિવેદન કરતા […]

Top Stories Gujarat
mantavya 24 ગીર જંગલમાં સિંહ મોત અંગે સીએમે કહ્યું- પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે

ગીર,

ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી દેખાઇ રહી છે. છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે.ત્યારે આ મુદ્દે સીએમ રુપાણીએ પોતાની પ્રતીક્રીયા આપી હતી.

સીએમ વિજય રૂપાણીએ ગીરમાં સિંહોના મોત અંગે નિવેદન કરતા કહ્યુ હતુ કે, જરૂર પડશે તો તમામ સિંહોનું પરીક્ષણ કરવામાં આવશે. સિંહના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

નોંધનીય છે કે, ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા 10 દિવસમાં 11 સિંહોના મૃતદેહો મળ્યાં છે.

આ તમામ સિંહોના મૃતદેહો કોહવાયેલી હાલતમાં મળ્યા છે. એટલા માટે, મૃતદેહ સિંહનો છે કે કે સિંહણ તે હાલનાં તબક્કે નક્કી થઇ શક્યું નથી.

સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 12 સિંહોના મોત થયા છે. ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 12 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે.