Jamnagar/ PM મોદી શુક્રવારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આર્યુવેદનું કરશે લોકાર્પણ

જામનગરમાં દેશનું પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ધનતેરસ થી શરૂ થશે  રાષ્ટ્રીય કક્ષા નું મહત્વ ધરાવતી આઈટીઆરએના લોકાર્પણ કાર્યક્રમ માં વર્ચ્યુલ માધ્યમ થી પ્રધાનમંત્રી જોડાશે  આયુર્વેદ દિવસે મળનારી ભેટથી જામનગર ને આઈઆઈટી અને આઈઆઈએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે  આવતીકાલે ગુજ.આયુર્વેદ યુની.માં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે  ગુજરાત ના રાજ્યપાલ, મુખ્ય […]

Top Stories Gujarat Others
asdq 56 PM મોદી શુક્રવારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આર્યુવેદનું કરશે લોકાર્પણ
  • જામનગરમાં દેશનું પ્રથમ આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ધનતેરસ થી શરૂ થશે 
  • રાષ્ટ્રીય કક્ષા નું મહત્વ ધરાવતી આઈટીઆરએના લોકાર્પણ કાર્યક્રમ માં વર્ચ્યુલ માધ્યમ થી પ્રધાનમંત્રી જોડાશે 
  • આયુર્વેદ દિવસે મળનારી ભેટથી જામનગર ને આઈઆઈટી અને આઈઆઈએમ કક્ષાની વિશ્વસ્તરીય શૈક્ષણિક સંસ્થાનો લાભ મળશે 
  • આવતીકાલે ગુજ.આયુર્વેદ યુની.માં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે 
  • ગુજરાત ના રાજ્યપાલ, મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, આયુષ મંત્રાલય ના મંત્રી, રાજ્યના અન્ય મંત્રીઓ, સાંસદ અને ધારાસભ્યો રહેશે ઉપસ્થિત 
  • તંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો આખરી ઓપ 
  • જામનગર એરપોર્ટ થી આયુર્વેદ યુની. સુધીના કોન વે નું કરાયુ રિહર્સલ 
  • રાજ્યપાલ, મુખ્ય મંત્રી આવતીકાલે સવારે 9:15 ના પહોંચશે જામનગર એરપોર્ટ 
  • સવારે 9:30 કલાકે લોકાર્પણ કાર્યક્રમ માં આપશે હાજરી 
  • સમગ્ર કાર્યક્રમ ને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો 

આવતીકાલે શુક્રવારે વૈશ્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્વ કરવા માટે જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનું ઘનતેરસનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યપાલ, મુખ્યમંત્રી આવતીકાલે સવારે 9:15 નાં રોજ જામનગર એરપોર્ટ પહોંચશે. જેને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પાકિસ્તાને આખરે માન્યુ, મુંબઈ હુમલામાં તેનો છે હાથ

કેન્દ્રિય આયુષ મંત્રાલયનાં સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આ અંગે જણાવ્યું છે કે, આ સંસ્થાનાં લોકાર્પણથી સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો મળશે. આ સંસ્થામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સવલતો પુરી પાડવામાં આવશે અને અનેક નવા કોર્ષ શરૂ કરવામાં આવશે. આ સંસ્થાઓ 21 મી સદીમાં આયુર્વેદનાં વિકાસમાં વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરવામાં પોતાની ભૂમિકા નિભાવશે. વર્ષ 2016 થી ધનવંતરી જયંતિ દિનને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

PM મોદીએ કહ્યુ – દેશ વિરુદ્ધ ન હોવી જોઇએ વિચારધારા

હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારીથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદનાં સથવારે રોગ સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રને મહામુલી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વતા ધરાવતી સંસ્થાઓની ભેટ શુક્રવારનાં રોજ ધનવંતરી જયંતીનાં અવસરે સવારે 9:30 કલાકે લોકાર્પણ દ્વારા અર્પણ કરવામાં આવશે. આ સંસ્થા 21 મી સદી વૈશ્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્ય કરી તેને અનેરૂ બળ પુરૂ પાડશે. આ સંસ્થા રાજયનાં જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ) હશે.

કૃણાલ કામરા વિરુદ્ધ SC ની અવમાનનાનો ચાલશે કેસ, જાણો શું છે મામલો

જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા, સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પધ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. આયુષ શિક્ષણનાં આધુનિકીકરણ પર પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે. જે પરંપરાગત, ભારતીય ચિકિત્સા પધ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે, જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંચુ જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે.