Not Set/ નવા સેના પ્રમુખને મળ્યુ ‘ગાર્ડ ઓફ ઓનર’, શહીદોને આપી શ્રદ્ધાંજલિ

આજે દેશનાં નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેને દિલ્હીમાં ગાર્ડ ઓઇ ઓનર આપવામાં આવેલ છે. નવા સેના પ્રમુખ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. નવા વર્ષ નિમિત્તે તેમણે શહીદોનાં પરિવારજનો અને દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આપને જણાવી દઇએ કે, જનરલ મનોજ મુકુંદ નરવાણે જનરલ બિપિન રાવતની જગ્યા લીધી […]

Top Stories India
Manoj Mukund Narwane નવા સેના પ્રમુખને મળ્યુ 'ગાર્ડ ઓફ ઓનર', શહીદોને આપી શ્રદ્ધાંજલિ

આજે દેશનાં નવા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેને દિલ્હીમાં ગાર્ડ ઓઇ ઓનર આપવામાં આવેલ છે. નવા સેના પ્રમુખ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. નવા વર્ષ નિમિત્તે તેમણે શહીદોનાં પરિવારજનો અને દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આપને જણાવી દઇએ કે, જનરલ મનોજ મુકુંદ નરવાણે જનરલ બિપિન રાવતની જગ્યા લીધી છે.

જનરલ બિપિન રાવતની દેશનાં પ્રથમ સીડીએસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે, હું આર્મી સ્ટાફનાં ચીફ તરીકેની જવાબદારીને નિભાવવા માટે હિંમત અને શક્તિ આપવા માટે વાહેગુરુજીને પ્રાર્થના કરું છું. ત્રણેય સૈન્ય દેશની રક્ષા માટે તૈયાર છે. બધા દરેક પડકારને પહોંચી વળવા સક્ષમ છે.

સેના પ્રમુખે કહ્યું કે, આજે માત્ર નવું વર્ષ જ નહીં, પણ નવા દાયકાની શરૂઆત પણ છે. મને વિશ્વાસ છે કે આ દાયકામાં આપણો દેશ પ્રગતિ કરશે. પરંતુ આ વૃદ્ધિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણી સરહદો સલામત હોય. અમે માનવ અધિકારને આદર આપવા વિશે ધ્યાન આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.