Not Set/ PM મોદીએ ખેડૂતો સાથે વાટાઘાટો પહેલા બોલાવી તાકીદની બેઠક, શાહ સહિત 4 કેબિનેટ મંત્રીઓ હાજર

નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 10 મો દિવસ છે. દસ દિવસથી દિલ્હીની સરહદો પર ખડકાયેલા ખેડુતો કેન્દ્રની મોદી સરકાર સામે સર્વાધિક લડત માટે કમર કસી રહ્યા છે.

Top Stories India
modi4 PM મોદીએ ખેડૂતો સાથે વાટાઘાટો પહેલા બોલાવી તાકીદની બેઠક, શાહ સહિત 4 કેબિનેટ મંત્રીઓ હાજર

નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 10 મો દિવસ છે. દસ દિવસથી દિલ્હીની સરહદો પર ખડકાયેલા ખેડુતો કેન્દ્રની મોદી સરકાર સામે સર્વાધિક લડત માટે કમર કસી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુરુવારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચેની વાટાઘાટો માંથી કોઈ પરિણામ મળી શક્યું નથી. ખેડુતો અને સરકાર વચ્ચે પાંચમી રાઉન્ડની વાટાઘાટો આજે એટલે કે, શનિવારે યોજાવાની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે પાંચમાં રાઉન્ડની બેઠક પહેલાં આ મુદ્દાના યોગ્ય સમાધાન માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પિયુષ ગોયલ પણ બેઠકમાં હાજર રહેશે. 

તે જ સમયે, ખેડૂત નેતાઓએ તેમની માંગણીઓનો પુનરોચ્ચાર કર્યો છે અને કહ્યું છે કે, કેન્દ્ર સરકારે આ નવા કૃષિ કાયદાઓને રદ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ. તેમણે કહ્યું કે વિરોધ કરનારા નવા કાયદામાં સુધારો કરવા માંગતા નથી. પરંતુ તેઓ ઇચ્છે છે કે આ કાયદા રદ કરવામાં આવે.

ખેડૂત કોઈ પણ સંજોગોમાં તેમની માંગણીઓ સમક્ષ નમવા તૈયાર નથી. ખેડૂતોએ તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવા સરકારને અપીલ કરી છે. જો આમ કરવામાં નહી આવે તો આ સાથે ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે અને આ દિવસે ટોલ પ્લાઝા પર કબજો કરવાની ચેતવણી પણ આપી છે .  

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…