Not Set/ ઇશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં દીપિકા-રણવીરનો ‘મલ્હારી ડાન્સ’, VIDEO

મુંબઇ, ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડીસેમ્બરે મુંબઇમાં થવા જઈ રહ્યા છે. આ લગ્નની પહેલા થનારી રસ્મોનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારની આ ખુશીમાં હોલિવૂડ,બોલિવૂડના નામી સ્ટાર્સ હાજર રહ્યા છે. પ્રી-વેડિંગ બેશના જશ્નમાં બોલિવૂડ સ્ટાર્સના ઘણા ડાન્સ વીડીયો સોશિઅલ મીડિયા વાયરલ થઇ રહ્યા છે. જેમાં ન્યૂલીવેડ દીપીવીરનો મલ્હારી ડાન્સ સૌથી વધુ […]

Entertainment Videos
dee ઇશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં દીપિકા-રણવીરનો 'મલ્હારી ડાન્સ', VIDEO

મુંબઇ,

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડીસેમ્બરે મુંબઇમાં થવા જઈ રહ્યા છે. આ લગ્નની પહેલા થનારી રસ્મોનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારની આ ખુશીમાં હોલિવૂડ,બોલિવૂડના નામી સ્ટાર્સ હાજર રહ્યા છે. પ્રી-વેડિંગ બેશના જશ્નમાં બોલિવૂડ સ્ટાર્સના ઘણા ડાન્સ વીડીયો સોશિઅલ મીડિયા વાયરલ થઇ રહ્યા છે. જેમાં ન્યૂલીવેડ દીપીવીરનો મલ્હારી ડાન્સ સૌથી વધુ ચર્ચામાં છે.

રણવીર-દીપિકાના ડાન્સ વીડીયોને સોશિઅલ મીડિયા પર ફેન પેઝ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બોલિવૂડના બાજીરાવ-મસ્તાનીની ડાન્સ જુગલબંધી જબરદસ્ત જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

ઇશા અને આનંદની પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં આયોજિત કરવામાં આવી હતી. 8 અને 9 ડીસેમ્બરના રોજ થયેલ આ સેરેમનીમાં જોન અબ્રાહમ, વિદ્યા બાલન, પ્રિયંકા ચોપ્રક, નિક જોનસ, એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન જેવા તમામ ફિલ્મી સ્ટાર્સ હાજર રહ્યા. કરણ જોહરે મુકેશ અંબાણીની દીકરી સાથે ડાન્સ કર્યો.

બિઝનેશમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન 12 ડીસેમ્બરના રોજ મુંબઇમાં થવા જઈ રહ્યા છે. તે પિરામલ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથે લગ્નના બંધાનમાં બંધાવા જઈ રહી છે. પોપ બેયોન્સ અને અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન આ ફન્ક્શનમાં હાજર રહીંને આ ફન્કશનને ખાસ બનાવી દીધું હતું. ઇશાની સંગીત સેરેમનીમાં ન્યૂલીવેડ કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પણ હાજર રહ્યા હતા.