Not Set/ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ જોવા મળશે કે નહિ ?

જયપુર, રાજસ્થાનની ૨૦૦ સીટો પર યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીના વોટોની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. શરૂઆતના વલણો મુજબ રાજસ્થાનમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હાલમાં મળી રહેલા ચૂંટણીના પરિણામોના વલણ મુજબ કોંગ્રેસ પાર્ટી ૯૬ સીટ, ભાજપ ૭૯ સીટ અને અન્ય ૨૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા […]

India Trending
633505 untitled design 3 રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ જોવા મળશે કે નહિ ?

જયપુર,

રાજસ્થાનની ૨૦૦ સીટો પર યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીના વોટોની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. શરૂઆતના વલણો મુજબ રાજસ્થાનમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

હાલમાં મળી રહેલા ચૂંટણીના પરિણામોના વલણ મુજબ કોંગ્રેસ પાર્ટી ૯૬ સીટ, ભાજપ ૭૯ સીટ અને અન્ય ૨૪ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, ત્યારે રાજ્યની કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી હતી.

DuHP3eoWoAA 8My રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં આ ટ્રેન્ડ જોવા મળશે કે નહિ ?

બીજી બાજુ રાજસ્થાનમાં યોજાતી વિધાનસભા ચૂંટણીમાં જોવામાં આવે તો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જ્યાં દર ૫ વર્ષે અન્ય પાર્ટીની સરકાર સત્તા પર આવતી હોય છે.

આ ટ્રેન્ડ છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે તો આ ટ્રેન્ડ તૂટી શકે છે. જયારે કોંગ્રેસ જીતશે તો ટ્રેન્ડ જળવાઈ રહેશે.

આ પહેલા વર્ષ ૧૯૯૦ અને ૧૯૯૩માં ભૈરોસિંહ શેખાવતના નેતૃત્વમાં બે વાર સરકાર બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની જીત થાય છે તો પ્રદેશના દિગ્ગજ નેતાઓ અશોક ગહેલોત અને સચિન પાયલટ બેમાંથી એક સીએમ બની શકે છે. જયારે ભાજપમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે મુખ્યમંત્રી બની શકે છે.