દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીની હવસનો શિકાર બનેલી બાળકી આઘાતમાં છે અને આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. પેનિક એટેક બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં અવી હતી. પેનિક એટેકમાં ચિંતા, ભય અથવા આઘાતને કારણે હૃદય ઝડપથી ધબકે છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ચક્કર અથવા ધ્રુજારી આવી શકે છે. જ્યારે બાળકીને તેની હાલતનું કારણ જાણવા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તો અધિકારીનું કૃત્ય સામે આવ્યું. આરોપ છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેમોદય ખાખાએ 5 મહિના સુધી બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે સોમવારે અધિકારી અને તેની પત્નીની ધરપકડ કરી હતી.
બળાત્કાર પીડિતા 14 વર્ષની બાળકીના પિતા દિલ્હી સરકારમાં અધિકારી હતા અને તેની માતા પણ દિલ્હી સરકારમાં કામ કરે છે. બાળકીના પિતા અને આરોપી અધિકારી સારા મિત્રો હતા અને પીડિતા તેને ‘મામા’ કહીને બોલાવતી હતી. 2020 માં જ્યારે છોકરીના પિતાનું અવસાન થયું ત્યારે તે ખરાબ રીતે ભાંગી પડી હતી. આ દરમિયાન ખાખાએ મદદનો હાથ લંબાવ્યો. આરોપી અધિકારીએ પીડિતાને તેના ઘરે આવવાનું કહ્યું. તેણે કહ્યું કે ઘર બદલવાથી તેનો વિચાર બદલાઈ જશે. તેના માનેલા ભાઈની વાત માનીને માતા તેની પુત્રીને આરોપીના ઘરે મોકલવા તૈયાર થઈ ગઈ.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો સુધી બધું બરાબર હતું. પરંતુ પછી આરોપી અધિકારીનો ઈરાદો બગડી ગયોઅ અને તેણે છોકરી સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. તેણે તેના પર બળાત્કાર શરૂ કર્યો. ઓક્ટોબર 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચે છોકરીને અનેકવાર હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આ દરમિયાન તે ગર્ભવતી પણ બની હતી. જ્યારે અધિકારીની પત્નીને આ વાતની ખબર પડી તો તેણે પોલીસમાં ફરિયાદ કરવાને બદલે તેના પતિને તેનું કૃત્ય છુપાવવામાં મદદ કરી. તેણે બજારમાંથી દવા મંગાવી છોકરીનો ગર્ભપાત કરાવ્યો હતો. આ પછી તેની તબિયત ખરાબ થવા લાગી.
આ બાબતથી વાકેફ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં એક દિવસ જ્યારે પીડિતાની માતા તેને મળવા આવી ત્યારે તેણે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ઘરે ગયા બાદ પણ આરોપી પ્રેમોદય ખાખાએ છોકરીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપ છે કે તે અવારનવાર પીડિતા જ્યાં જતી હતી તે ધાર્મિક સ્થળે જઈને તેને હેરાન કરતો હતો. ત્યારબાદ તે તેણીને પોતાની હવસનો શિકાર બનાવવા માંગતો હતો. ડરના કારણે છોકરીને પેનિક એટેક આવવા લાગ્યા, જેથી તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ.
હોસ્પિટલમાં કાઉન્સેલિંગ દરમિયાન છોકરીએ જ્યારે આ રહસ્ય ખોલ્યું તો સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી. વરિષ્ઠ પોલીસ અધિકારી સાગર સિંહ કલસીએ જણાવ્યું કે 13 ઓગસ્ટના રોજ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી હજુ સુધી મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધવામાં સક્ષમ નથી.
આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ
આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી
આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો