Uttar Pradesh News : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. હવે કરહલ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે. તેમના રાજીનામાની નકલ વિધાનસભા કાર્યાલયને પહોંચાડવામાં આવી છે.
અખિલેશ યાદવ કન્નૌજ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયા છે જ્યારે 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મૈનપુરી જિલ્લાના કરહાલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. હાલમાં તેમની પાસે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી હતી. યુપીમાં લોકસભાની 80 બેઠકોમાંથી સપા 37 બેઠકો જીતીને લોકસભામાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.
આ પણ વાંચો: પ્રેમીની ગરદન કાપીને તેને મંદિરમાં અર્પણ કરી દીધો
આ પણ વાંચો: રાજસ્થાન સરકારની ખેડૂતોના કિસાન સમ્માન નિધિમાં બે હજાર રૂપિયાના વધારાની જાહેરાત
આ પણ વાંચો: CM યોગી આદિત્યનાથની બેઠકમાંન આવ્યા બંને ડેપ્યુટી સીએમ, લખનઉમાં થઇ હતી મહત્વની