ભારતમાં થતા રેપના આંકડા આપણુ માથુ શરમથી ઝુકાવી દે તેવા છે. રોજ બરોજ દેશમાં ક્યાંક ને કયાંક રેપની ઘટના બનતી જ રહે છે. કેટલીક પ્રકાશમાં આવે છે. તો કેટલીક સામાજિક બીક કે અન્ય કારણોસર દબાઈ જાય છે.
દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડ વખતે પણ આટલો જ હોબાળો થયો હતો. પરંતુ પરિણામ શું..? આજે પણ તેના પરિવારજનો ન્યાય મળશે તે આશા સાથે દીકરીની યાદમાં જીવી રહ્યા છે. પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ભારતમાં થતા રેપના આંકડા આપણુ માથુ શરમથી ઝુકાવી દે તેવા ચોંકાવનારા છે. રેપ માટે ફાંસીની જોગવાઈ તો છે જ પણ તેનાથી પણ રેપની ઘટનાઓ અટકી રહી નથી.

14 ઓગષ્ટ,2004ના રોજ કોલકાતામાં ધનંજય ચેટર્જી નામના આરોપીને સગીર વયની કિશોરી પર રેપ કરીને ફાંસી આપવામાં આવી હતી.જોકે એ પછી રેપની ઘઠનાઓ અટકી નથી તો બીજી તરફ 15 વર્ષમાં બીજા કોઈ બળાત્કારીને ફાંસી થઈ પણ નથી. નિર્ભયા રેપ કાંડમાં પણ કોર્ટે સાત મહિનામાં ફાંસીનો ચુકાદો આપી દીધા બાદ હજી સુધી સજાનો અમલ થયો નથી. આ સમયગાળામાં દેશમાં રેપની 4 લાખ ઘટનાઓ નોંધાઈ છે.

દેશમાં રોજ 109 રેપના કેસ નોંધાય છે. છેલ્લા 10 વર્ષમાં રેપના 79 લાખ કેસ નોંધાયા છે.દર 40000 કેસમાંથી 10000 કેસ સગીરાઓ પરના કે બાળકીઓ પરના હોય છે. દર વર્ષે 2000 કેસમાં ગેંગરેપ થયા હોય છે. માત્ર 25 ટકા કેસમાં જ રેપ કરનારાને ફાંસીની સજા થાય છે. 71 ટકા કેસ તો નોંધાતા જ નથી. દેશની સંસદમાં 51 સાંસદો એવા બેઠા છે જેમની સામે મહિલાઓ સામેના કોઈને કોઈ અપરાધ છે. ચાર સામે તો રેપના જ કેસ ચાલી રહ્યા છે. દેશની હાઈકોર્ટોમાં તીસ લાખથી વધારે પેન્ડિંગ કેસમાં દોઢ લાખથી વધારે કેસ તો રેપના જ છે.

સાઉદી અરેબિયામાં રેપના આરોપીનુ માથુ કાપી નંખાય છે અને તેનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાંખવામાં આવે છે. અમેરિકામાં ઝેરીલા ઈન્જેક્શનથી મોતની સજા અપાય છે. યુએઈમાં રેપ કરનારને એક સપ્તાહમાં ફાંસી અપાય છે. ચીનમાં ડીએનએ મેચ થતા જ ફાંસી પર લટકાવી દેવાય છે. ઈન્ડોનેશિયામાં રેપિસ્ટનો પ્રાઈવેટ પાર્ટ કાપીને તેના શરીરમાં મહિલાઓના હોર્મોન્સ નાંખી દેવાય છે. ઉત્તર કોરીયામાં આરોપ સાબિત થયા બાદ માથામાં ગોળી મારી દેવાય છે. જર્મનીમાં ગેસ ચેમ્બરમાં ગૂંગળાવીને મોતની સજા અપાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
