BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ લીધી મોટેરા સ્ટેડિયમની મુલાકાત
જય શાહની સાથે સ્ટેડિયમની રજેરજની માહિતી મેળવી
મોટેરા સ્ટેડિયમ પર ડોક્યુમેન્ટરી બનાવાશે – જય શાહ
માર્ચ 2020માં એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ પહેલાં નિરીક્ષણ
મોટેરા સ્ટેડિયમમાં 2 કલાક નિરીક્ષણકરી, GCA અધિકારીઓ સાથે કરી મુલાકાત
બેઠકમાં l&tના અધિકારીઓ પણ રહ્યા હાજર
સ્ટેડિયમના અંતિમ બાંધકામને અપાઈ રહ્યો છે, આખરી ઓપ. ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
મોટેરા સ્ટેડિયમમાં માર્ચ 2020માં એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે મેચ રમાનારી છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણનું કામ 2015માં શરૂ થયું હતું. અને ત્યારબાદ પ્રથમવાર બીસીસીઆઇ અધ્યક્ષ દ્વારા મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવામાં આવી છે. સૌરવ ગાંગુલી અને જય શાહે સ્ટેડિયમની રજેરજની માહિતી લીધી હતી. કારણ કે હાલ સ્ટેડિયમના નિર્માણની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે.
ને તેમાંય હવે માત્ર ચાર મહિના જેટલો જ સમયગાળો બચ્યો હોવાને કારણે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગાંગુલી અને જય શાહ બે કલાકથી પણ વધારે સમય સુધી રોકાયા હતા. અને પીચ તથા પેવેલિયનની મુલાકાત લીધી હતી. સ્ટેડિયમમાં 11 જેટલી પીચ બનાવવામાં આવશે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે સ્ટેડિયમનો ઇતિહાસ ગૌરવપૂર્ણ રહ્યો છે અને હવે જ્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની રહ્યું છે ત્યારે ગુજરાત માટે સન્માનની બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
