અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં (ગુડા) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત પ્રકાશ યાદવ અને કાર્યપાલક ઇજનેર સંજય પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને લઇને કાર્યપાલક ઇજનેરની બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને હોમ કોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. તેની સાથે અન્ય એક બ્રાન્ચમાં ફરજ બજાવતા મામલતદારમાં પણ લક્ષણો જોવા મળતા હોમ કોરેન્ટાઇન થઇ ગયા છે.
નોધનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોપના સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 75000ને પાર કરી ચૂકી છે. અનલોક લાગુ કર્યા બાદ રાજ્યમાં તમામ જિલ્લાઓના કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે કુલ 2800થી વધુ લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
