સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાના સમર્થનમાં ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના દિગ્ગજો અને સમર્થકો વિશાળ રેલી યોજીને સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાનું સમર્થન કરવામાં આવ્યું. એક રીતે કહી શકાય કે ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાના સમર્થનમાં ભાજપે મોટાપાયે રેલી અભિયાન ચલાવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી, રમણ પાટકર, કિશોર કાનાણી, ગણપત વસાવા. આર.સી.પટેલ, ઈશ્વર પટેલ, બચુ ખાબડ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, કૌશિક પટેલ, યોગેશ પટેલ, નરહરી અમીન, વાસણ આહીર, જવાહર ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓએ રેલીનો મોરચો લીધો. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાયા. નોંધનીય છેકે દેશભરમાં નાગરિકતા સંશોધન અને સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાનો ભરપુર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ભાજપે કાયદાનું સમર્થન શરૂ કર્યું છે.

સુરતમાં ભાજપની જંગી રેલી નીકળી હતી. આઈ એમ ઈન્ડિયન, આઈ સપોર્ટ CAAના નારા સાથે નાગરિક સમિતિ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં રાજ્યમંત્રી ગણપત વસાવા,આરોગ્ય મંત્રી કુમાર કાનાણી,સંસદ સભ્યો, અને ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. વનિતા આશ્રમ ગ્રાઉન્ડથી વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં સોશિયલ મીડિયા દ્વારા પણ વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેકટર કચેરી પહોંચી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આર.એ.એફ.ની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી હતી.
અરવલ્લીમાં નાગરિક જાગરણ સમિતિ દ્વારા આયોજિત વિશાળ રેલીમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને જન સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ હતી. નાગરિક જાગરણ સમિતિ દ્વારા આ વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલીમાં વેપારીઓ બજાર સ્વયંભૂ બંધ પાડી મોટી સંખ્યામાં લોકોઆ રેલીમાં જોડાયા હતા. રેલીને ધ્યાનમાં લઈને પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલ બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક પ્રત્યાઘાત પડી રહ્યા છે. તે અંતર્ગત બિલના સમર્થનમાં આજે ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શહેરમાં રેલી યોજાઈ હતી અને પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ રેલીમાં બાબુભાઈ પરમાર,પરશોતમભાઈ પટેલ તથા હિંદુ સમાજના અગ્રણીઓ, વહેપારીઓ સહીત મોટી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
રાજયભરમાં આજે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરનારા કેન્દ્ર સરકારનાં બહુચર્ચિત અને વિવાદોથી ઘેરાયેલા CAA કાયદાનાં સમર્થનમાં તાપી જિલ્લાનાં મુખ્યમથક વ્યારા ખાતે તાપી જીલ્લા નાગરિક સમિતિના નેજા હેઠળ ભવ્ય રેલીનું આયોજન થયું હતું જેમાં સરકાર દ્વારા લવાયેલા આ કાયદાના સમર્થનમાં ભાજપનાં કાર્યકર્તાઓ સહિત વ્યારાનાં નગરજનો રેલીમાં જોડાયા હતા
અમરેલી શહેરમાં CAAના સમર્થન વિશાળ રેલી યોજાઇ હતી. અમરેલી નાગરીક સમિતિના બેનર તળે ભાજપ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી હીરા મોતીચોકથી નિકલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી કલકેટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું. CAAના સમર્થનમાં ભાજપના કાર્યકરો તેમજ શહેરીજનો નારાઓ સાથે રેલીમાં જોડાયા. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
