Gujarat News/ મુખ્યમંત્રીનો ખેડૂતો માટે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માટે છૂટો દોર’,  જીતુ વાઘાણીએ અંબાજી ખાતે કહી આ વાત

ખેડૂતોને આપવામાં આવેલી 2500 કરોડની સહાય માનવતાના હેતુસર જાહેર કરવામાં આવી છે

Gujarat

Gujarat News : કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી નવા વર્ષના આશીર્વાદ લીધા હતા. દિવાળી નિમિત્તે જીતુ વાઘાણીએ  ગુજરાત તથા દેશભરના લોકોને સુખ–સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. સાથે જ રાજ્ય સરકારે ખેડૂતોને અપાતી સહાય અંગે વાત કરતા કહ્યું કે, હાલ ખેડૂતોને આપવામાં આવેલી 2500 કરોડની સહાય માનવતાના હેતુસર જાહેર કરવામાં આવી છે.

પરંતુ જો જરૂર પડશે તો આ સહાયને પાંચ હજાર કરોડ સુધી લંબાવવામાં આવશે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ખેડૂતોના હિત માટે જો વધુ સહાયની જરૂર પડે તો મુખ્યમંત્રીએ તેમને ખુલ્લો દોર આપ્યો છે. કુદરતી હોનારતો સામે ખેડૂતોના ખભેખભા મિલાવીને મદદ માટે ભાજપ સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું. ખેડૂતોને યોગ્ય મદદ મળી રહે અને નુકસાનીમાંથી રાહત થાય તે હેતુથી સરકાર મદદ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં અકસ્માતોની વણઝાર, નટુભાઈ સર્કલ પાસે વધુ એક અકસ્માતની ઘટના

આ પણ વાંચો:જયપુરના ચૌમુનમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત

આ પણ વાંચો:વડોદરામાં થયો કરૂણ અકસ્માત, ત્રણ મહિનાના બાળકનું નીપજયું કરુણ મોત