Not Set/ બોટાદ અને ભરુચમાં વધુ એક – એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમણ અટકશે…?

રાજ્યનાં અંતરીયાળ જીલ્લાઓમાં અને વિસ્તારોમાં પણ કોરોના પોતાનો પગદંડો જમાવી રહ્યો હોય તેવી રીતે બોટાદ અને ભરુચમાં ફરી વધુ એક – એક કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે.  બોટાદનાં તુરખા રોડ પર એક 32 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હાલ સાળંગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જ જીલ્લામાં ટોટલ કોરોનાના 71 પોઝીટીવ કેસ […]

Gujarat Others

રાજ્યનાં અંતરીયાળ જીલ્લાઓમાં અને વિસ્તારોમાં પણ કોરોના પોતાનો પગદંડો જમાવી રહ્યો હોય તેવી રીતે બોટાદ અને ભરુચમાં ફરી વધુ એક – એક કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી રહ્યા છે. 

બોટાદનાં તુરખા રોડ પર એક 32 વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હાલ સાળંગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જ જીલ્લામાં ટોટલ કોરોનાના 71 પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું વિદિત છે. જો કે, હાલ જીલ્લામાં 11 લોકો સારવાર હેઠળ છે અને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરાયો હોય કુલ 58 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. બોટાદ જીલ્લામાં 2 દર્દીઓનાં કોરોનાનાં કારણે સારવાર દરમિયાન મોત પણ નિપજ્યા છે. 

વાત કરવામાં આવે ભરુચની તો, ભરૂચનાં ઝઘડીયાનાં રાજપરડીમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ કેસ વધુ ચિંતા જનક એટલા માટે છે કે, ડૉ. શૈલેશ દોશીના પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરનાં પત્નીને કોરોના સંક્રમણને કારણે લોકોમા ભય જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 130 પર પહોંચી ગઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews