રાજકોટ,
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમટાઉનમાં પોતાના 63 માં જન્મદિવસની ઉજવણી કરી છે. સીએમ રૂપાણીએ ધનિષ્ઠ વૃક્ષારોપાણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.જ્યા સીએમ રૂપાણીએ વૃક્ષારોપણ કરવાનો લ્હાવો લીધો અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તેવી અપીલ કરી હતી.જે બાદ આ ઉપરાંત વિવિધ યોજનાઓને આવરી લેતો ‘સેવા સેતુ’ તથા સરકારશ્રીની ‘વ્હાલી દીકરી’ યોજનાનો શુભારંભ કરાવશે.
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ‘રાજકોટમાં 47 એકરમાં વનનું નિર્માણ કાર્યક્રમ કરીને પર્યાવરણની જાણવળીની શરૂઆત કરી છે. આ સાથે ગુજરાતની સડાત્રણ કરોડ જનતા પણ વૃક્ષ વાવીને ગુજરાતને ગ્રીન બનાવે તેવો સંકલ્પ કરીએ. એટલું જ નહીં આજે પોતાના જન્મદિવસે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દિવાલ ધરાશાયીની ઘટનામાં જે લોકો 4 મૃત્યુ પામ્યા છે, તેમને રૂપિયા 4-4 લાખની સહાય આપવામાં આવશે. તેમજ જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.
Greetings to Gujarat CM @vijayrupanibjp Ji on his birthday. Vijay Bhai has made a mark as a committed leader, who is serving the state with remarkable dedication. May he be blessed with a long life and good health.
— Narendra Modi (@narendramodi) August 2, 2019
આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ તેમને શુભકામના પાઠવી.પીએમ મોદીએ ટ્વિટ કરીને સીએમ રૂપાણીના સારા સ્વાસ્થ્યની મંગલ કામના કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
