Not Set/ ગુજરાતમાં ડરાવી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં 1415 નવા કેસો, કુલ 4ના મોત

ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી છે. દરરોજ કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 1415 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 2,83,864 પર પહોંચ્યો છે. જો મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 4 લોકોના મોત થયા છે. બીજી તરફ […]

Top Stories Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોનાએ સ્પીડ પકડી છે. દરરોજ કેસોમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 1415 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 2,83,864 પર પહોંચ્યો છે. જો મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 4 લોકોના મોત થયા છે. બીજી તરફ રાજ્યમાં આજે કુલ 948 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પર નજર નાંખવામાં આવે તો આવા દર્દીની કુલ સંખ્યા 2,73,280 છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6147 નોંધાઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 335, સુરતકોર્પોરેશનમાં 349, વડોદરાકોર્પોરેશનમાં 127 અને રાજકોટકોર્પોરેશનમાં 115 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 1 અને સુરેંદ્રનગરમાં 1 એમ કુલ ચાર વ્યક્તિના મોત થયા છે.

જો રસી કરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84,482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 32,26,387 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

અમદાવાદમાં અગત્યના નિર્ણયો

અમદાવાદમાં સતત વધતા કોરોના કેસોથી કોર્પોરેશન એક પછી એક મહત્વના નિર્ણયો લઇ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વના નિર્ણયમાં સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. શહેરમાં શાકભાજીના ફેરિયા, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે

અમદાવાદમાં વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDએ આ નિર્ણય કર્યો છે. આજે OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી. જેમાં હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરમાં 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે અને ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર આપવામાં આવશે. જો સોસાયટીમાં કેસ વધશે તો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.