ગુજરાતમાં એક યુવા નેતા તરીકે પોતાની છબી બનાવનાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજથી બે દિવસ માટે રાજકોટનાં પ્રવાસે છે. રાજકોટમાં સવારે 10.30 કલાકે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ યોજશે. પોતાના રાજકોટ પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલ ખેડૂત આગેવાનો અને યાર્ડનાં હોદ્દેદારો સાથે બેઠક કરશે.
સરકાર સામે ખુલ્લા મને બોલતા કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં પ્રવાસે જવાના છે. જ્યા તેઓ સવારે પત્રકારો સમક્ષ પોતાની અમુક વાતોને રજૂ કરશે. આ પ્રવાસમાં તેઓ ખેડૂતોને મળશે, તેમને થઇ રહેલી સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કરશે, સાથે તેઓ યાર્ડનાં હોદ્દેદારોની સાથે પણ મુલાકાત કરશે. મળી રહેલી માહિતી અનુસાર, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલનને વેગ આપવા માટેનો તખ્તો તૈયાર કરવા હાર્દિક પટેલ એડીચોટીનું જોર લગાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
